દુમાડ પાસે કારમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે સાથે ડ્રાઇવર પકડાયો

સમા પોલીસે બાતમી આધારે દુમાડ બ્રિજ પાસેથી કાર ઝડપી પાડી હતી

MailVadodara.com - Driver-caught-with-liquor-and-beer-in-car-near-Dumad

- પોલીસે રૂપિયા 2.56 લાખની કિંમતની 466 નંગ બોટલ કબજે કરી

વડોદરા નજીકથી દારૂનો જથ્થો લઇ પસાર થતી વાનને પોલીસે રોકી રૂ.૫.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


દુમાડ બ્રિજ પાસે સમા પોલીસની ટીમ વાહનો ચેક કરતી હતી તે દરમિયાન એક વાનમાં દારૂ અને બીયરનો મોટો જથ્થો લઇ જવામાં આવનાર હોવાની માહિતી મળતાં પોલીસે વાનને આંતરી તેમાંથી કુલ રૂ.૨.૫૬ લાખની કિંમતની ૪૬૬ નંગ બોટલ કબજે કરી હતી.

પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેનું નામ શૈલેષ શંકરભાઇ રાઠવા(નવી વસાહત ફળિયું, ક્વાંટ,છોટાઉદેપુર) હોવાનું ખૂલ્યું હતું.જેથી તેનો મોબાઇલ અને વાન પણ કબજે લેવામાં આવ્યા હતા.દારૂની હેરાફેરી દરમિયાન એમપીના સપ્લાયર ભરત અને માલ મંગાવનાર સાવલીના અશોકના નામ ખૂલતાં બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments