સમતામાં બેફામ કાર હંકારી પાંચ ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલકની ધરપકડ

રત્નમાલા કોમ્પ્લેક્સના સ્ટોર પાસે પાર્ક વાહનોમાં કાર ઘૂસી ગઇ હતી

MailVadodara.com - Driver-arrested-for-reckless-driving-in-Samastipur-hitting-five-two-wheelers

શહેરના સમતા વિસ્તારમાં ગતરોજ બેફામ કાર હંકારી ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલકને પોલીસે ઝડપી પાડયો હતો.


પોલીસના જણાવ્યા પ્રમાણે, સમતા વિસ્તારમાં રત્નમાલા કોમ્પ્લેક્સના સ્ટોર પાસે કેટલાક વાહનો પાર્ક કરાયા હતા. આ વખતે એક કાર પૂરઝડપે વાહનોમાં ઘૂસી ગઇ હતી. જેને કારણે પાંચ ટુવ્હીલરોને નુકસાન થયું હતું. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી નમન પ્રતીકભાઇ દારાદ (નોકરી-રહે. ધ રેસિડેન્સી, સેવાસી રોડ, રેડ પેટર્ન લોન્સ સામે)ની ધરપકડ કરી હતી.

Share :

Leave a Comments