- તપાસ પુરી થઈ ગઈ પછી સાધનોની તપાસ કરવાનું કારણ અકબંધ
- 23 જુલાઈએ ભ્રષ્ટ્રાચાર જાહેર થયો અને ડૉ. શીતલ મિસ્ત્રી ઊંઘતા રહ્યા...?
- આજના નેતાઓ ભ્રષ્ટ્રાચારમાં પણ પ્રસિધ્ધિ લેવાની તક ચૂકતા નથી...!!
- વિશ્વામિત્રી બચાવ સમિતિએ સવાલો ઉઠાવ્યા
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના પ્રમુખ કિશોર શર્મા, સંજય વાઘેલા અને એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચારી ભાવો ચૂકવી, ઉતરતી ગુણવત્તા ધરાવતી ફાયર સામગ્રી ખરીદી કરવા માં ઝડપાઈ જતા જવાબદાર ત્રણ ફાયર વિભાગ ના અધિકારીઓ ને આપશ્રી દ્વારા સસ્પેન્ડ કરેલા નિર્ણય ને અમો આવકારીએ છીએ. વડોદરા કોર્પોરેશન માં વર્ષો થી સતત ભ્રષ્ટાચારી ભાવો અને ઉતરતી ગુણવત્તા થી ખરીદી કરવા માં આવી રહી છે અને મલાઈદાર સ્ટેન્ડિંગ કમિટી ના સભ્યો આવી ભ્રષ્ટાચારી ભાવો અને ઉતરતી ગુણવત્તા ધરાવતી ખરીદી ને મંજુરી ની મહોર મારતી આવેલી છે, છતાય પહેલાના કોઈ મ્યુનીસીપલ
કમિશ્નર દ્વારા સહેજ પણ કાર્યવાહી કરેલ નથી પણ આપશ્રી સૌથી પહેલા મ્યુનીસીપલ કમિશ્નર સાહેબ છો કે જેમણે ભ્રષ્ટાચારી ખરીદી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી ને ત્રણ ઉચ્ચ અધિકારીઓ ને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા જે બદલ અમો આપશ્રીનો ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.
વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગે કરેલી ત્રણ કરોડ ઉપરાંત ની ભ્રષ્ટાચારી ખરીદી નો પર્દાફાશ થતા વડોદરા ના મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા તપાસ અંતે જવાબદાર ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા જયારે આ ભ્રષ્ટાચારી ખરીદી ધરાવતા ટેન્ડર ના તમામ પાસાઓ ચકાસીને દેખીતો ભ્રષ્ટાચાર હોવા છતાય અનુમતિ આપનાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહીતના સભ્યો પણ આ ભ્રષ્ટાચારમાં ફાયર વિભાગ ના અધિકારીઓ જેટલાજ જવાબદાર ઠરે છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તા.૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારે, જયારે વડોદરા કોર્પોરેશનની તમામ કચેરીઓ બંધ થઇ ગયા બાદ રાત્રે ૨૦:૩૦ કલાકે, એક ફાયર વિભાગ ની જીપ ગાડી માં ભ્રષ્ટાચારથી ખરીદેલો ફાયર નો સામાન, મોટા કોથળા માં લાવી, બે ફાયર ના માણસો સમાન ભરેલા કોથળાને ઊંચકી, સાથે આવેલા ફાયર ના અધિકારી સાથે પહેલે માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રૂમ માં લઇ ગયેલા હતા.
જયારે ફાયર વિભાગ ની ખરીદી માં ભ્રષ્ટાચાર ની તપાસ બાદ, ત્રણ અધિકારી સસ્પેન્ડ થતા હોય, ખરીદેલો ફાયર સામાનના ભાવો અને તેની ગુણવત્તા વિવાદિત હોય, ફાયર વિભાગે ખરીદેલો સામાન ભ્રષ્ટાચારના ગુન્હાના મુદ્દામાલ તરીકે તપાસ અર્થે ચકાસવાનો બાકી હોય, ત્યારે ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલા અધિકારી ની જાણ બહાર, શંકાસ્પદ રીતે સામાન ને રાત્રે ભરી લાવી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ની રૂમ માં લઇ જઈ, બંધ બારણે કરેલી કાર્યવાહી એ ભ્રષ્ટાચાર ના ગુન્હા ના પુરાવા સાથે શંકાસ્પદ ચેડા કરવાનો હોઈ શકે છે. રાત્રે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રૂમ માં લઇ જવાયેલા સામાન ની સાથે પુરાવા નાશ કરવાના ઈરાદે કોઈ ચેડા કે અદલબદલ કરેલા નથી તેની સીસીટીવી કેમેરા સહીત ચકાસી ને તપાસ કરવા અમારી માંગ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવી રીતે ભ્રષ્ટાચાર માં વિવાદિત સાધન સામગ્રી રાત્રે એકલા બેસી ને મંગાવી શકે તેવી જી.પી.એમ.સી. માં કોઈ સત્તા હોવા અંગે કે પોતાના પદ નો દુરુપયોગ કરવા બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે.
વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગ ની ખરીદી માં થયેલા મોટો ભ્રષ્ટાચાર ની તપાસ ને અંતે ત્રણ ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ કરેલા હોય, ખરીદી પ્રક્રિયા માં અન્ય જવાબદાર ઉપર તપાસ કરવાની બાકી હોય, ભ્રષ્ટાચાર થી ખરીદેલા ફાયર સાધનો ના ભાવો અને ગુણવત્તા વિવાદિત હોય, હજુ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ હેઠળ કરવાની કાયદેસરની કામગીરી બાકી હોય, ત્યારે ભ્રષ્ટાચાર થી ખરીદેલા ફાયરના સાધનો ને ભ્રષ્ટાચાર ના મૂળ મુદ્દામાલ તરીકે ગણી, આવા માલસામાન સાથે કોઈ ચેડા કે અદલાબદલી થાય નથી, તમામ ભ્રષ્ટાચારીઓ કાયદા ના સાણસા માં આવી જાય નથી ત્યાં સુધી ફાયર વિભાગે ખરીદેલા વિવાદિત સાધન સામગ્રીની ખરીદાયેલી મૂળ સ્થિતિ જળવાઈ રહે તેવી રીતે સીલ કરી, પંચ કરી, સલામત રહે તેવી જગ્યા એ જાળવણી કરવા અમારી માંગ છે.


