કૃષિ સહાય પેકેજના ફોર્મ માટે એક રૂપિયા ન આપવો, આખી પ્રક્રિયા ખેડૂતો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે

રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજને લઈને મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી

MailVadodara.com - Dont-pay-a-single-rupee-for-the-agricultural-assistance-package-form-the-entire-process-is-completely-free-for-farmers

- ખેડૂતો પાસેથી પૈસા વસૂલાતા હોવાની મળેલી ફરિયાદોના પગલે સરકારે વિકાસ કમિશનરની કચેરી મારફતે પરિપત્ર જાહેર કર્યો

- અરજદારને કોઈપણ ઓપરેટર કે વ્યક્તિને એક રૂપિયા આપવાની જરૂર નથી

રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજને લઈને મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી છે. સહાય માટેના ફોર્મ ભરાવવા ખેડૂતો પાસેથી પૈસા વસૂલાત હોવાની મળેલી ફરિયાદોના પગલે સરકારે તુરંત પગલું લઈ વિકાસ કમિશનરની કચેરી મારફતે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તેને કહ્યું છે કે, ખેડૂતે સહાય માટેના ફોર્મ ભરાવવા કોઈપણને એક પણ રૂપિયો આપવાનો નથી. ફોર્મ ભરવાની અને સહાયની બધી પ્રોસેસ નિઃશુલ્ક(ફ્રી) છે.

વિકાસ કમિશનરની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરાવવા માટે અરજદારને કોઈપણ ઓપરેટર કે વ્યક્તિને એક પણ રૂપિયા આપવાની જરૂર નથી. આખી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને કોઈપણ પ્રકારની વસૂલાત કડક મનાઈ છે.

તાજેતરમાં કેટલાક વિસ્તારોમાંથી માહિતી મળી હતી કે ફોર્મ ભરાવવા માટે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. આ મુદ્દો સરકારના ધ્યાનમાં આવતા જ તરત સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. સરકારએ જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ પૈસા માંગે તો તરત જ સંબંધિત અધિકારીને જાણ કરવી. સરકારે તમામ ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની ચૂકવણી ન કરે અને સરકારી માર્ગદર્શિકા મુજબ નિઃશુલ્ક સેવા મેળવવા માટે જ ફોર્મ ભરાવે.

Share :

Leave a Comments