વડોદરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીની સંબંધિત અધિકારીઓને તાકીદ

MailVadodara.com - District-Grievance-Redressal-and-Coordination-Committee-meeting-held-at-Vadodara-Collectorate

વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો અંગે વિસ્તુત ચર્ચાઓ કરી તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીને સૂચનાઓ આપવામાં આવી હતી. 


આ બેઠકમાં રાજમાર્ગો માટે સંપાદનની પ્રક્રીયા, સરકારી જમીનો ઉપર થયેલા દબાણો હટાવવા, આરોગ્ય અને વીજળી, પાણી, આવાસો સહિતના વિષયો અંગે ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ તથા શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીશ્રીને સૂચના આપી હતી. સંકલનની બેઠકમાં વિવિધ સરકારી કચેરીઓમાં પડતર તૂમાર, પેન્શન, સરકારી બાકી લેણા સહિતની બાબતો ચર્ચવામાં આવી હતી. 


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Share :

Leave a Comments