વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત મળેલી બેઠકમાં સંરક્ષણ દિવાલ બનાવવા સહિતની ચર્ચા કરાઇ

વિશ્વામિત્રી નદી અને કાંસના ડ્રોન વીડિયોગ્રાફી કરવાના પર્યાવરણ સમિતિ દ્વારા સૂચનો કરાયા

MailVadodara.com - Discussions-including-construction-of-a-defensive-wall-were-held-in-a-meeting-held-under-the-Vishwamitri-Project

- નદી કાંઠા, વરસાદી કાંસો, કોતરોમાંથી બાંધકામના કાટમાળનો નિકાલ કરી આવા કાટમાળ ઠાલવતા લોકો સામે કડક પગલાં ભ૨વા તાકીદ કરાઇ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સૂચનો આવ્યા

વડોદરા કોર્પોરેશનમાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચિત સમિતિના સભ્યોની સમીક્ષા બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સમિતીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદી કિનારે પ્રોટેક્શન દિવાલ બનાવવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી.


વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચાયેલ સમિતિના સભ્યો અને અધિકારીઓની મળેલી સમીક્ષા બેઠકમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેકટ અંતર્ગત ડોક્યુમેન્ટેશન અને ફાઈલન રિપોર્ટ માટે વરસાદી કાંસોના ડ્રેજિંગની માહિતી વિશ્વામિત્રી નદી કાંઠા પર પ્લાન્ટેશનની વિગતો તેમજ વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા જળચર પ્રાણી-પક્ષીઓ તેમજ મગરો તથા કાચબાઓનું સંરક્ષણ વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. NGO-સંસ્થાની યાદી અને તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી સાથે વિશ્વામિત્રી નદી કાંઠા તેમજ વિવિધ વરસાદી કાંસો તેમજ કોતરોમાંથી C & D વેસ્ટનું lifting ક૨વાની ચર્ચા કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં વિશ્વામિત્રી નદી અને કાંસના ડ્રોન વીડિયોગ્રાફી કરવાના પર્યાવરણ સમિતિ દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત નદી કાંઠા, વરસાદી કાંસો, કોતરોમાંથી બાંધકામના કાટમાળનો નિકાલ કરી આવા કાટમાળ ઠાલવતા લોકો સામે કડક પગલાં ભ૨વા તાકીદ કરવામાં આવી હતી. એટલું જ નહીં તેઓ પાસેથી ભારે દંડ વસુલ ક૨વા સૂચના આપવામાં આવી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે હવે બીજા અને ત્રીજા તબક્કાનો વચગાળાનો રિપોર્ટ આવવાનો હોવાથી કોર કમિટીની મીટીંગમાં નદીમાં બાંધકામનો કાટમાળ ન નાખવામાં આવે તેમજ સંરક્ષણ દિવાલ બનાવવા અને ગ્રીન ટ્રીબ્યુનલના વિવિધ સ્પર્શતા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેન પસાર થાય છે. આથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સૂચનો આવ્યા છે. તે સાથે હાઇવે ઓથોરિટી તરફથી પણ સુચનો આવ્યા છે. તે આવનાર સમયમાં ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવશે. આ બેઠકમાં સમિતિના સભ્ય રોહિતભાઈ પ્રજાપતિ, નેહાબેન સરવટે, જીતેન્દ્ર ગવલી, રણજીત દેવકર, મિતેશભાઈ પંચાલ અને વડોદરા મહાનગરપાલિકાના સિંચાઈ વિભાગ, ગોધરા ડિવિઝન હાઈ-વે ઓથોરેટી ઓફ ઈન્ડિયા અને બુલેટ ટ્રેન, જી.પી.સી.બીના રીજીનલ ઓફિસર PMC સીકોન પ્રા.લી.ના કર્મચારીઓ અને સલાહાકારો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments