ગુજસીટોકના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ધર્મેશ સચદેવ પકડાયો

ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી વારસિયા પોલીસને સોંપ્યો

MailVadodara.com - Dharmesh-Sachdev-the-accused-in-the-Gujsitok-crime-who-had-been-absconding-for-four-months-was-arrested

- આરોપી સામે હત્યાનો પ્રયાસ, મારામારી અને ધમકી જેવા ૧૮ ગુના

ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વારસિયા પોલીસને સોંપ્યો છે.


દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ બદલ અલ્પુ સિન્ધી અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવ (રહે.જગદીશ એપાર્ટમેન્ટ, વારસિયા, જૂની આરટીઓ પાસે)ને પોલીસ ચાર મહિનાથી શોધી રહી હતી. આરોપી વારસિયામાં આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડયો હતો. આરોપી ધર્મેશ સામે હત્યાનો પ્રયાસ, મારામારી, હથિયાર રાખવા, ધમકી અને દારૂ જેવા ૧૮ ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments