પ્રતિબંધ છતાં સરકારી બસ ઊર્મિ બ્રિજ પર ચડતાં સ્થાનિકોના વિરોધ બાદ પરત ફરી

ઊર્મિ બ્રિજ પર ફરી નિયમોનો ભંગ

MailVadodara.com - Despite-the-ban-a-government-bus-drove-onto-Urmi-Bridge-but-turned-back-following-protests-by-locals

- નાગરિકોએ સ્થળ પર દરમિયાનગીરી કરી, કાયમી પોલીસ બંદોબસ્તની માંગ ઉઠી

વડોદરા શહેરના ઊર્મિ બ્રિજના પ્રવેશદ્વાર પર ફરી એકવાર ટ્રાફિક નિયમોનો ભંગ થયો હતો. બ્રિજ પર મોટા વાહનો માટે પ્રવેશ બંધ હોવા છતાં એક સરકારી બસ અંદર પ્રવેશી ગઈ હતી.

બસને અંદર જતી જોઈને સ્થળ પર હાજર જાગૃત નાગરિકોએ તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. નાગરિકોના વિરોધ બાદ બસ ચાલકને બસ પાછી લઈ જવાની ફરજ પડી હતી. ઊર્મિ બ્રિજ પર ખાનગી અને સરકારી બંને પ્રકારની બસો તેમજ અન્ય ભારે વાહનો બેરોકટોક અવરજવર કરતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે. તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતાં હવે સામાન્ય લોકોએ જ આગળ આવીને નિયમોનું પાલન કરાવવાનું શરૂ કર્યું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી અને દેખરેખના અભાવને ફરી ઉજાગર કર્યા છે. સ્થાનિકોની માંગ છે કે બ્રિજ પર કાયમી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે.

Share :

Leave a Comments