- નવરાત્રીના ગરબા મહોત્સવ માટે પરવાનગી આપતા પહેલા જાહેરહિત માટે ગરબા આયોજકોને પોલીસ પરવાનગી આપતા પહેલા અમે જણાવેલી કાયદેસરની બાબતોની પેપરવર્ક સાથે ચોકસાઈ કર્યા બાદ જ પરવાનગી આપવા એડવોકેટ શૈલેષ અમીનની માંગ
- શું વડોદરા પોલીસ કમિશનર ગરબા આયોચકોને કાયદા નું પાલન કરાવશે ?!
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવીએ છીએ કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવણી, ભારતીય બંધારણ માં મળેલા નાગરીકો ના અધિકારોના રક્ષણ માટે પ્રસ્થાપિત કાયદા ને આધીન ચુંટણી પ્રક્રિયા યોજાય તે માટે બિનરાજકીય રીતે રજૂઆત કરતા આવેલા છીએ.
નવરાત્રી ગરબા મહોત્સવ તા.૧૧/૧૦/૨૦૨૬ ને સોમવારથી શરુ થઇ રહેલા છે અને ગરબા મહોત્સવ ના આયોજકો એ પોલીસ પરવાનગી માંગેલી હશે. પોલીસ પરવાનગી આપતા પહેલા ઘણી બધી જાહેર સલામતી તપાસ્યા બાદ જ પરવાનગી આપવાની રહે છે. પોલીસ પરવાનગીમાં મહત્વ ની બાબતો ને માત્ર પાલન કરવાની શરતોમાં જણાવી, આયોજકો ના મનસુબા પર છુટ્ટા મૂકી દેવાથી, જાહેરહિત જોખમાય છે અને કોઈ અકસ્માત કે ગુન્હાહિત કૃત્ય બને ત્યારે જવાબદારી માંથી કોઈ છૂટી શકાય નહિ. અમો કેટલીક જાહેર સલામતી અને કાયદાકીય માપદંડો વિષે સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ આવા ગરબા આયોજકો ને પરવાનગી આપવા માટે ની માંગ કરીએ છીએ.
૧. ગરબા આયોજકો રૂપિયા કમાઈ લેવા માટે ગરબા રમવા માટેના તૈયાર કરેલા ગોળાકાર ગ્રાઉન્ડ ની ક્ષમતા કરતા અનેક ગણા વધુ પડતા ખેલૈયા પાસ વેચી અફડાતફડી સર્જે છે. ગરબા આયોજકો એ તૈયાર કરેલા ખેલૈયાઓને ગરબા રમવા માટે ના ગોળાકારે બનાવેલા મેદાન નું માપ પોલીસ પ્રયક્ષ મેળવી, જવાબદાર પોલીસ અધિકારી તેનો રીપોર્ટ બનાવી, પ્રત્યેક ૨ (બે) ચોરસ મીટર માપે એક ખેલૈયા ને જ ગરબા રમવા માટેના પાસ વેચવાની ગરબા આયોજકો ના પ્રમુખ પાસેથી સોગંદનામાં ઉપર બાહેધરી મેળવવી જોઈએ અને ગરબા રમવા માટે ના પાસો ના વેચાણ કેન્દ્રો કે ઓનલાઈન ટીકીટ વેચાણ ઉપર પોલીસે કંટ્રોલ રાખવો જોઈએ તેવી અમારી જાહેર સલામતી માટે માંગ છે. ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓ ના પાસ વેચવાની આવી પ્રક્રિયા ને પોલીસ રોજેરોજ જોઈ શકે તેમ વ્યવસ્થા કરે બાદ જ પોલીસ પરવાનગી અરજી સ્વીકારવી જોઈએ તેવી અમારી જાહેર સલામતી માં માંગ છે.
૨. ગરબા રમવા માટે તૈયાર કરેલા ગોળાકાર ગ્રાઉન્ડ ને પોલીસ PWD કે અન્ય રાજ્ય સરકાર ના એકમ ની સહાય થી કુલ ચોરસ મીટર નું માપ મેળવી, માપ મેળવવાની પ્રક્રિયા ની સ્થળ સ્થિતિ લેખિત નોધો બનાવી, રેકર્ડ બનાવી, પોલીસ પરવાનગી આપતા પહેલા ખેલૈયા પાસ વેચવા ની સંખ્યા નું નિયંત્રણ ની આયોજકો પાસે બાહેધરી મેળવ્યા બાદ જ પરવાનગી આપવી.
૩. આમ પોલીસ નિયંત્રણ બાદ પણ જો ગરબા આયોજકો કમાઈ લેવા જયારે વધુ પડતા ખેલૈયા પાસો વેચી ખાય નહિ તેની તકેદારી માટે ગરબા ગ્રાઉન્ડ માં પ્રવેશતા ખેલૈયા ની સંખ્યા મળે તેવા ઈન્ફ્રારેડ બીમ કાઉન્ટર દરેક પ્રવેશદ્વાર પર આયોજકો પાસે ફરજીયાત મુકાવી, તેનું પોલીસ અધિકારી નિરીક્ષણ કરી રીપોર્ટ બનાવે તેના બાદ જ ગરબા આયોજકો ને ગરબા ની પોલીસ પરવાનગી આપવી. બને તો ઓનલાઈન ખેલૈયાઓ ની સંખ્યા પણ પોલીસ જોઈ શકે તેવી વ્યવસ્થા આયોજકો પાસે કરાવવી.
૪. સૌથી મહત્વ ની વાત ધ્વની પ્રદુષણ અંગે નામદાર સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના નિર્ણયો તેમજ ગુજરાત સરકાર ના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રાજપત્ર (ગેઝેટ) નં. GPCB/LGLNGTGENERAL115(2)/528796 ને તા.૦૩/૧૨/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કર્યા મુજબ દરેક સાઉન્ડ સીસ્ટમ ને પોલીસ પરવાનગી આપતા પહેલા સાઉન્ડ લીમીટર નામનું ડીવાઈસ ફરજીયાત લગાવેલું હોય તે પોલીસ અધિકારી તપાસે બાદ જ પોલીસ પરવાનગી આપવી. જરૂર પડે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની વડોદરા ઝોનલ કચેરી ના તજજ્ઞ પર્યાવરણ ઇજનેર ને સ્થળ સ્થિતિ પર લગાવેલું સાઉન્ડ લીમીટર નું ટેસ્ટીંગ કરાવી, તેમનો લેખિત વિગતવાર રીપોર્ટ મેળવ્યા બાદ જ ગરબા આયોજકો ને પોલીસ પરવાનગી આપવી.
૫. ગુજરાત સરકારે વડોદરા પોલીસ ને આપેલા ખુબ કિંમતી અને ધ્વની ની તીવ્રતા ની સાથે સ્થળ લોકેશન માટે અક્ષાંશ-રેખાંશ દર્શાવતા db મીટર જેને ડેસીબલ મીટર તરીકે ઓળખાય છે તે આપેલા છે ત્યારે વડોદરા પોલીસ દરેક ગરબા ગ્રાઉન્ડ ની બહાર નિયત માપે ડેસીબલ મીટર લગાવી રાત્રે ૧૦૩૦ કલાક થી ૧૨૦૦ કલાક માં ચાર કે તેથી વધારે વખત ધ્વની ની તીવ્રતા માપી, તેમાં લોકેશન અને ધ્વની તીવ્રતા ના આંકડા દેખાય તેવી વિડીઓગ્રાફી કરાવી, નામદાર સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના ચુકાદા મુજબ કાર્યવાહી કરવી.


