- ગેરકાયદેસર પાલિકાના પ્લોટ ઉપર કબજો કરી રાખવા બદલ નિયત પ્રતિ ચોરસ મીટર દીઠ ભાડા મુજબ યુસુફ પઠાણ પાસેથી ભાડા લાગતો વસુલવામાં આવે : એડવોકેટ શૈલેષ અમીન
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન આ સાથે જણાવે છે કે તાંદલજા ના ટી.પી. ૨૨માં પાલિકા ની માલિકી ના ફાયનલ પ્લોટ નં.૯૦ ની આશરે ૧૦,૫૦૦ ફૂટ જેટલી જમીન ઉપર યુસુફ પઠાણ દ્વારા અંદાજે ૨૦૧૨ થી ગેરકાયદેસર કબજો કરી દબાણ કરેલું છે. આટલા વર્ષો થી યુસુફ પઠાણ દ્વારા કરેલું પાલિકા ની માલિકીની કિંમતી જમીન ઉપર નું જગજાહેર અને દેખીતું દબાણ તોડી પડાતું નથી, દબાણ દુર કરી પાલિકા કબજો લેતું નથી, અને દબાણ અંગે કોઈ લાગતો પણ વસૂલેલા નથી.
દબાણ કરનાર યુસુફ પઠાણે દબાણ ને યથાવત રાખવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ માં સીનીયર વકીલો રાખી દાખલ કરેલો પીટીશન નો આજ થી ૨૦ દિવસ પહેલા એટલે કે ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીસમીસ કર્યો છે. કોર્ટ હુકમ ને આજે ૨૦ દિવસ થઇ ગયા છતાય વડોદરા કોર્પોરેશન દ્વારા યુસુફ પઠાણ નું દબાણ દુર કરાતું નથી તે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ને યુસુફ પઠાણ નું દબાણ રહેવા દેવાનો ફાયદો કરાવવા બરાબર છે.
આ ઉપરાંત વડોદરા કોર્પોરેશન દ્વારા પાલિકા ની માલિકી ના પ્લોટ ને કોઈ વાપર ઉપયોગ કરવા માંગે તો નિયત કરેલી ચોક્કસ લાગતો ભરાવી મંજુરી આપે છે. વડોદરા કોર્પોરેશને એક બિલ્ડર ને પાલિકા ના પ્લોટ ઉપર સિમેન્ટ કોન્ક્રેટ મિક્ષીંગ નો આર.એમ.સી. પ્લાન્ટ કેટલાક મહિના માટે લગાવેલો ત્યારે એક કરોડ રૂપિયા ઉપરાંત ની નોટીસ આપેલ ત્યારે યુસુફ પઠાણે છેલ્લા ૧૨ કરતા વધારે વર્ષ થી દબાણ કરેલું છે તો આ બારેય વર્ષ માટે વડોદરા કોર્પોરેશને પ્રતિ ચોરસ મીટર, પ્રતિ દિવસ માટે નિયત કરેલા ભાડા ની રકમ વસુલવા માં આવે અને લાગત ભરે નહિ તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત જો ભવિષ્ય માં આ તાંદલજા ની ટીપી ૨૨ નો એફ.પી.૯૦ નો પ્લોટ વડોદરા કોર્પોરેશન દ્વારા હરાજી થી વેચવા મુકવામાં આવે તો આશરે ૧૨ વર્ષ સુધી પાલિકા ના પ્લોટ ઉપર કબજો કરી રાખવા બદલ નિયત લાગત નહિ ભરેલ યુસુફ પઠાણ અને તેના કોઈ પણ કુટુંબીજનો ને હરાજી માં ભાગ લેવા ગેરલાયક ઠેરવવા માં આવે.
ભારત ના બંધારણમાં દરેક નાગરિક ને સમાનતાના અધિકારની આર્ટીકલ ૧૪ થી ૧૮ હેઠળ ગેરેન્ટી આપવા માં આવેલ છે. આર્ટીકલ ૧૪ માં કાયદા સમક્ષ સમાનતા અને ભારતમાં તમામ વ્યક્તિઓ માટે કાયદાના સમાન રક્ષણ નો સામાન્ય સિધ્ધાંત સ્થાપિત કરેલો છે. જયારે વડોદરા કોર્પોરેશને એક તરફ સમા ની કેનાલ પાસેની જમીન ઉપર ઝુપડા બાંધી ને રહેતા ગરીબોને ભર વરસાદ માં ઝુપડા તોડી ને રોડ પર લાવી દીધેલા જયારે કરોડપતિ યુસુફ પઠાણે અંદાજે ૧૨ વર્ષ થી કરેલા દબાણ ને વડોદરા કોર્પોરેશન ના સત્તાધીશો નહિ તોડી ને ભારત ના બંધારણે આર્ટીકલ ૧૪ માં જણાવેલા સમાન ન્યાય ના સિધ્ધાંત ના બંધારણીય ગેરેંટી નો પણ ભંગ કરી ગંભીર ગુન્હો કરેલો છે.
આ સાથે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી તાંદલજા ના ટીપી ૨૨ માં આવેલ એફ.પી.૯૦ ની અંદાજે ૧૦,૫૦૦ ચોરસ ફૂટ જમીન ઉપર યુસુફ પઠાણે કરેલું દબાણ દુર કરવામાં આવે, વડોદરા કોર્પોરેશન હસ્તક ના ખુલ્લા પ્લોટ માટે નિયત કરેલ લાગતો મુજબ ભાડા વસુલવામાં આવે, ભાડા ભરે નહિ તો વસુલવા કોર્ટ કેસ કરવામાં આવે અને જ્યાં સુધી અંદાજે ૧૨ વર્ષ કબજો કરેલા પ્લોટ નું ભાડું ભરપાઈ થાય નહિ ત્યાં સુધી સદર પ્લોટ ની વેચાણ માટે કરતી હરાજી માં યુસુફ પઠાણ અને તેના કુટુંબીજનો ને ગેરલાયક ઠેરવવામાં આવે.


