- અધિકારીઓ અને શાસકોના નાક નીચે કોન્ટ્રાકટરનું મનસ્વી વર્તન.!, ઓગસ્ટ માસનો પગાર હજી થયો નથી..!
વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટના પાપે કોન્ટ્રાક્ટરો મનસ્વી વર્તન કરે છે અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું સરેયામ શોષણ કરે છે. પાલિકામાં સિક્યોરિટીના તથા દબાણ શાખાના કર્મચારીઓનો પગાર નિયમિત થતો નથી. ટૂંકા પગારમાં નોકરી કરતાં કર્મચારીઓની મજબૂરીનો કોન્ટ્રાકટર વર્ષોથી ફાયદો ઉઠાવતા આવ્યા છે. કોન્ટ્રાક્ટરોના કર્મચારીઓનું શોષણ કરતાં કોન્ટ્રાક્ટરો પર સ્તન ચાર હાથ હોય એ સ્વાભાવિક છે. ચાલુ માસ પુરો થવા આવ્યો છે ત્યારે ગત માસના પગાર માટે દબાણ શાખાની ચાર ટીમના અંદાજે ૭૬ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે.
અધિકારીઓ જાણવા છતાં લાચારી દાખવે અને સત્તાધીશો આંખ આડા કાન કરે તો મજબુર કર્મચારી ફરિયાદ કોને કરે..? પ્રજાના પૈસે પાલિકાની વડી કચેરીમાં એરકન્ડિશનમાં ઠંડી ઠંડી હવા ખાતા અધિકારીઓ અને શાસકોને મજબુર કર્મચારીઓ પ્રત્યે વેદનાના કેમ નથી..? શું સત્તાધીશો અને અધિકારીઓને ખબર નહી હોય..? કે પછી કોન્ટ્રાકટર સામે લાલ આંખ કરવાની હિમ્મત એકઠી નથી કરી શકતા ? અધિકારીઓ અને સત્તાધીશોનો પગાર ૧ તારીખે થાય અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો પગાર મહિના સુધી ન થાયએ ક્યાંનો ન્યાય છે..? ખેર, પારદર્શકતા અને વાસ્તવિકતા વચ્ચે સ્વાર્થની ખાઇ માનવતા અને ફરજને નેવે મૂકી દે છે.


