ઓનલાઈન શેરબજારમાં રોકાણના નામે ડભોઇના યુવક સાથે 12.29 લાખની ઠગાઈ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ

મોટો નફો મેળવવાની લાલચ આપી ઠગોએ યુપીઆઇ મારફતે પૈસા જમા કરાવ્યા હતા

MailVadodara.com - Dabhoi-youth-defrauded-of-12-29-lakh-under-the-guise-of-online-stock-market-investment-complaint

શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની લાલચ આપી ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે રૂ.12.29 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ડભોઇમાં રહેતા દિલીપસિંહ શિનોરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શેરબજારમાં રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા અને ઓનલાઈન માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ભેજાબાજોએ રોકાણના નામે વિશ્વાસમાં લઈ નાણાં અલગ-અલગ બેંક ખાતાં અને યુપીઆઈ મારફતે જમા કરાવ્યાં હતા. રોકાણના નાણાં પરત મેળવવા પ્રયાસ કરતાં નાણાં પરત નહીં મળતાં અને છેતરપિંડી થયાની જાણ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બેંક ખાતાં, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, મોબાઈલ નંબરો તથા ઓનલાઈન પ્લેટફોર્મની વિગતોના આધારે નાણાં ક્યાં અને કોના ખાતામાં ટ્રાન્સફર થયાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. 

Share :

Leave a Comments