- માતાએ સગીરાને બદનામી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતી એક સગીરાનું સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવીને તેની પ્રોફાઈલમાં સગીરાની જાણ બહાર ફોટા વાઈરલ કરી તેના નીચે બીભત્સ લખાણ લખી તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
15 વર્ષીય સગીરા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ત્યારે આ સગીરાના કેટલાક ફોટા મોર્ફ કરીને બીભત્સ કરી દેવામાં આવ્યા હતા અને આ ફોટા તેનું ફેક સોશિયલ મીડિયા આઇડી બનાવી તેમાં વાઇરલ કરી દેવામાં આવ્યા હતા. જેની સગીરાના તેના મિત્ર વર્તુળમાંથી જાણકારી મળી હતી, ત્યારે તેણીએ સોશિયલ મીડિયા પર તેની આઇડી ચેક કરી હતી.
સગીરાનું ફેક આઇડી બનાવ્યાં બાદ તેના બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેવામાં આવ્યા છે. જેની જાણ તેણીએ તેની માતાને કરી હતી, ત્યારે માતાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ સગીરાના બદનામી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બીભત્સ ફોટા કઇ આઇડી પરથી પોસ્ટ થયા છે તેની જડ સુધી પહોંચવા સાથે આરોપીને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી છે.


