નાગરવાડા બ્રિજ નજીક ચાલી રહેલા કામની જગ્યાએ મગર આવી ચડ્યો, એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ

મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

MailVadodara.com - Crocodile-entered-the-work-site-near-Nagarwada-Bridge-rescued-after-an-hour-of-struggle

- ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી

- ભારે જહેમત બાદ 7 ફૂટના મગરને રેસ્ક્યુ કરી સહીસલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરાયો


વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ઊંડી અને પહોળી કરવાની કામગીરી વચ્ચે વધુ એક વખત મગરને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં બ્રિજની કામગીરી સમયે 7 ફૂટનો એક મગર આવી ચડ્યો હતો. જેથી વન વિભાગની ટીમે પહોંચીને એક કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કર્યો હતો.


વડોદરા શહેરના નાગરવાડા વિશ્વામિત્રી બ્રિજ નીચે કામ ચાલતું હતું. આ સમયે બ્રીજના ખાડામાં મગર ફૂટનો આવી ગયો હતો. કામના કારણે મગર એક જગ્યાએ ફસાઈ ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો. ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વડોદરા વન વિભાગના નીતિન પટેલ, જીગ્નેશ પરમાર, લાલુ નિઝામાએ જીએસપીસી સંસ્થાના રમેશભાઈ સાથે મળીને ભારે જહેમત બાદ મળીને 7 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો હતો. મગરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. રેસ્ક્યુ બાદ મગરને પાંજરામાં પૂરી સહીસલામત રીતે લઇ જઇ વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.


Share :

Leave a Comments