સુરત અને વડોદરાના ધમકી અને મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

40 લાખના ઉછીના પૈસામાં 1.85 કરોડની બળજબરીથી વસૂલી વધુ રૂપિયા માટે ધમકી આપી હતી

MailVadodara.com - Crime-Branch-nabs-fugitive-accused-in-Surat-and-Vadodara-cases-of-threats-and-assault

- પોલીસે પેટ્રોલીંગ દરમિયાન માહિતી આધારે મકરપુરા એરફોર્સ રોડ હવેલી પાછળ શિવમ ફલેટ પાસેથી આરોપી આલાભાઇ ઉર્ફે લાખાભાઈ ભીમભાઇ જલુને શોધી કાઢ્યો હતો

સુરતમાં આધેડે લીધેલ 40 લાખ રૂપિયા સામે ઉંચા વ્યાજથી 1.85 કરોડ માતબર રકમ પડાવી લઈને વધુ રૂપિયા માટે ધમકી આપવાના ગુનામાં અને વડોદરામાં મારામારી કરવાના મળી 2 ગુનાના નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા તથા પીઆઇ એચ.ડી.તુવર નાઓની દોરવણી હેઠળ PSI બી.વી.ગોહીલની ટીમના માણસો મિલ્કત સંબધિત જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પેટ્રોલીંગ દરમિયાન માહિતી આધારે મકરપુરા એરફોર્સ રોડ હવેલી પાછળ શિવમ ફલેટ પાસેથી આલાભાઇ ઉર્ફે લાખાભાઈ ભીમભાઇ જલુ (રહે. મહાવીરપાર્ક એ-2, શાંતીકુંજની બાજુમાં મકરપુરા રોડ વડોદરા મૂળ રહે. મગરવાડા ગામ તા.કેશોદ જી.જુનાગઢ રહે.શિવમ ફલેટ, હવેલી પાછળ, એરફોર્સ રોડ મકરપુરા વડોદરા)ને શોધી કાઢ્યો હતો.

આ શખસની પ્રાથમિક પૂછપરછમાં વર્ષ 2024માં ફરિયાદીએ લીધેલ ઉછીના રૂપિયા સામે વધુ વ્યાજ સહિત મોટી રકમ બળજબરીથી કઢાવવા અંગે સુરત શહેરના ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો છે અને વર્ષ 2025માં વડોદરા શહેરમાં મારામારી કરી નુકસાન કરવા અંગેના માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે. આ આરોપી ધરપકડ ટાળવા ફરાર થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી આલાભાઇ જલુ સામે અગાઉ વર્ષ 2016માં કરેલ મારામારી અંગે નોંધાયેલ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલ છે.

Share :

Leave a Comments