- ગાંધીનગરના સરગાસણ ખાતે ફરિયાદીના ફ્લેટમાં ફર્નિચર-ઇન્ટિરિયરનું કામ કરવા આરોપી હેરીન પંચાલે હોમ ઇન્ટોરિયો સોશિયલ મીડિયા સાઇટથી 8.80 લાખનો કોન્ટ્રાક્ટ લીધો હતો
ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઇના ગુનામાં નાસતા ફરતા આરોપી હેરીન નરેશભાઇ પંચાલની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના સરગાસણ ખાતે ફરિયાદીના ફ્લેટમાં ફર્નિચર અને ઇન્ટિરિયરનું કામ કરવા માટે આરોપી હેરીન પંચાલે હોમ ઇન્ટોરિયો નામની સોશિયલ મીડિયા સાઇટ દ્વારા 8,80,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી 2,41,000 રૂપિયાની રકમ લીધી હતી, પરંતુ ફર્નિચરનું કામ પૂર્ણ કર્યું નહોતું અને ઠગાઇ કરી આરોપી ફરાર થયો હતો. આ અંગે ફરિયાદીએ 23 મે, 2025ના રોજ ગાંધીનગરના ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની શોધખોળ કરી હતી અને ગાંધીનગર પોલીસની જાણકારીના આધારે આરોપી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને ગાંધીનગર પોલીસને સોંપ્યો હતો, જેઓએ તેને વધુ તપાસ માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે.
આરોપી વડોદરાના ચિત્રાનગર સોસાયટી, દંતેશ્વરનો રહેવાસી છે અને હાલ યોગી અમ્રુત એપાર્ટમેન્ટ, નુતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરામાં રહે છે.