- ભારે વરસાદ વચ્ચે ઘટના, આસપાસ કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
ગતરાત્રે ગુરુવારે પડેલા ભારે વરસાદ વચ્ચે વડોદરા નજીક આવેલા દશરથ ગામના માધવનગર વિસ્તારમાં લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં એક ગાયનું મૃત્યુ થયું છે.
વૃક્ષ પડતાં નજીકમાં પાર્ક કરેલી બે મોપેડને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત નજીક આવેલા એક મકાનને પણ આંશિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે ઉભેલી ટ્રેક્ટરની ટ્રોલી પણ ઝાડ નીચે દબાઈ ગઈ છે.
સદ્નસીબે ઘટના સમયે આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. ભારે વરસાદના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.


