દંપતી ખરીદી કરવા નીકળ્યું અને ચોરોએ ઘરમાં હાથફેરો કર્યો,સાડા છ તોલાના દાગીના ગુમાવ્યા

હરણી રોડ પર વાલમ હોલ નજીક ડાયમંડ રેસીડેન્સીમાં ચોરીની ઘટના

MailVadodara.com - Couple-went-out-shopping-and-thieves-ransacked-the-house-losing-jewellery-worth-six-and-a-half-tolas

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ચાર દિવસ પહેલા સવારના સમયે પતિ પત્ની કામ અર્થે ગયા તે દરમિયાન દાગીના અને રોકડની ચોરીના બનેલા બનાવની જેમ હરણી રોડના મકાનમાં ચોરીનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હરણી રોડ પર વાલમ હોલ નજીક ડાયમંડ રેસીડેન્સીમાં રહેતા અને સાવલીની કંપનીમાં નોકરી કરતા તાપસ ચટ્ટોપાધ્યાયે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે રવિવારે સાંજે 6.30 વાગે હું અને મારી પત્ની ખરીદી કરવા માટે મોલમાં ગયા હતા અને રાત્રે 9.30 વાગે પરત ફર્યા ત્યારે જાળી ખુલ્લી હતી અને નકુચો તૂટેલો હતો. તપાસ કરતા કબાટમાંથી લાલ કલરની બેગ ચોરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેમાં આશરે સાડા છ તોલા ઉપરાંતના દાગીના હતા. હરણી પોલીસ આ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments