કાશ્મીર જેવું વાતાવરણ ઉભુ કરી વડોદરામાં કેસરની ખેતી કરતું દંપતી

વડોદરાના દંપતી વૈભવ અને આસ્થા પટેલ દ્વારા પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની એરોપોનિક ખેતી કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવ્યા

MailVadodara.com - Couple-cultivates-saffron-in-Vadodara-creating-a-Kashmir-like-atmosphere

- અદ્યતન એરોપોનિક્સ તકનીકનો ઉપયોગ કરી પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી થકી એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું


વડોદરાના ઉત્સાહી યુગલ વૈભવ અને આસ્થા પટેલે, અદ્યતન એરોપોનિક્સ તકનીકનો ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમની સિદ્ધિ વડોદરા જિલ્લાના આધુનિક બાગાયતમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે અધ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી બિન-પરંપરાગત પ્રદેશોમાં પણ ઉચ્ચ-મૂલ્યની ખેતી કેવી રીતે કરી શકાય તે માટ શ્રેષ્ઠ ઉદાહરણ છે.એમની આ સિદ્ધિને વધારતા મુખ્યમંત્રીશ્રીએ પ્રશસ્તિપત્ર મારફત અભિનંદન પાઠવ્યા છે.


મુખ્યમંત્રીશ્રીએ આ દંપતીને ઉલ્લેખીને કહ્યું કે, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ ખેતી ક્ષેત્રમાં નવી દિશાઓ ઉભી કરી શકે છે. પાકને અનુકૂળ વાતાવરણ સર્જીને આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતો સફળતા તરફ આગળ વધી શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હંમેશાં વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે.કૃષિ રથ અને કૃષિ મહોત્સવ જેવા ઉપક્રમો દ્વારા ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ, યોગ્ય બિયારણ, પ્રાકૃતિક ખેતી અને ટપક સિંચાઈ અંગે માર્ગદર્શન મળ્યું, જેના કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત ઊંચો રહ્યો છે.


આ પરિપ્રેક્ષ્યમાં વડોદરા ખાતે એરોપોનિક્સ જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળ ખેતી એક નોંધપાત્ર સિદ્ધિ છે. નિયંત્રિત તાપમાન, ભેજ અને પોષક તત્વો દ્વારા બિનપરંપરાગત પ્રદેશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે તે સાબિત થયું છે. આવી પ્રગતિશીલ પહેલ માત્ર બાગાયતની આધુનિકતા દર્શાવતી નથી, પરંતુ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની કૃષિ ક્ષેત્રમાં નવી સંભાવનાઓ પણ સર્જે છે.

Share :

Leave a Comments