વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફાયરમેન અને સબ ફાયર ઓફિસરોની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ

18 ઓક્ટોબરની ભરતી પરીક્ષા સામે કર્મચારીઓએ કાનૂની સ્ટે મેળવવાની કવાયત હાથ ધરી

MailVadodara.com - Controversy-surrounding-the-recruitment-process-for-firemen-and-sub-fire-officers-in-the-Vadodara-Corporations-fire-department

- ફાયરમેન અને સબફાયર ઓફિસરોની ભરતીમાં આંતરિક તથા સીધી ભરતીનો 5050 રેશિયો જળવાયો ન હોવાનો આક્ષેપ, કાનૂની લડત માટે 35 કર્મચારીઓએ રૂ. 1,000નો ફાળો આપ્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફાયરમેન અને સબ ફાયર ઓફિસરોની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ ઊભો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 18 ઓક્ટોબરે પરીક્ષા લેવાની તારીખ નક્કી કરવામાં આવી છે. જોકે, ભરતીમાં 50 ટકા આંતરિક અને 50 ટકા સીધી ભરતીનો રેશિયો જળવાયો ન હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓ દ્વારા પરીક્ષા સામે કાનૂની સ્ટે મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, સીધી ભરતીથી આવેલા કેટલાક સબ ફાયર ઓફિસરોની કામગીરી અને વિવાદોને લઈને પણ વિભાગના કર્મચારીઓમાં નારાજગી હોવાની ચર્ચા છે. વિભાગની છબી ખરડાય તેવી પ્રવૃત્તિઓના આક્ષેપોને પગલે પણ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

કાનૂની લડત માટે કર્મચારી દીઠ રૂ. 1,000નો ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 35 કર્મચારીઓએ ફાળાની રકમ જમા કરાવી છે. ફાયર વિભાગનાં સાત ફાયર સ્ટેશનોમાં આશરે 120 કર્મચારીઓ હોવાની માહિતી વચ્ચે હવે આ વિવાદમાં આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

Share :

Leave a Comments