શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ; રહીશોએ કાળું પાણી બતાવી વિરોધ કર્યો

કોંગ્રેસના કાઉન્સિલરે અધિકારીઓને જાણ કરવા છતાં પગલાં ન લેવાતા નારાજગી વ્યક્ત કરી

MailVadodara.com - Contaminated-water-again-in-Shiabags-Bordi-Phaliya-Residents-protest-by-showing-black-water

- સ્થાનિક રહીશોએ કહ્યું, એક વર્ષ પહેલાં નવી લાઈન નાખ્યા બાદ તાજેતરમાં ફરી નવી લાઈન નાખવામાં આવી જે બાદથી ડ્રેનેજ મિશ્રિત જેવું દુષિત પાણી આવવાનું શરૂ થયું

શહેરના શિયાભાગના બોરડી ફળીયામાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યા હોઈ રહીશોએ આજે એકત્ર થઈ કાળુ પાણી બતાવી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો.


સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શિયાબાગ, ગોયાગેટ, તારા સો મીલ, બોરડી ફળીયા, સસાટવાડા બોરોટ મહોલ્લો, આર.વી.દેસાઈ રોડ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાણીમાં દુર્ગંધ સાથે જીવડા દેખાઈ રહ્યા હોવાનું રહીશોએ જણાવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીની પાછળના વિસ્તારોમાં જ રહીશોનું કહેવું છે કે, એક વર્ષ પહેલાં નવી લાઈન નાખ્યા બાદ તાજેતરમાં ફરી નવી લાઈન નાખવામાં આવી જે બાદથી ડ્રેનેજ મિશ્રિત જેવું દુષિત પાણી આવવાનું શરૂ થયું છે.

કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે, રોગચાળો વકરે તે પહેલા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેમજ વારંવારના ખોદકામના કારણે થતી તકલીફો પર ધ્યાન અપાય.

Share :

Leave a Comments