- આણંદ જિલ્લાના સામરખા ગામેથી 19 જેટલા પશુઓ માલેગાંવ લઇ જવાતા હતા
- જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી કન્ટેનર ઝડપ્યું, પશુઓને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી અપાયા
આણંદ જિલ્લાના સામરખા ગામેથી કન્ટેનરમાં 19 જેટલા પશુઓ ભરીને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના કતલખાને લઈ જવામાં આવતા હતાં. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી રાયકા એક્સપ્રેસ હાઈવે ઉપરથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા હતાં. ભાદરવા પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના સામરખા ગામેથી 19 જેટલા પશુઓ ભરેલું કન્ટેનર મહારાષ્ટ્રના માલેગાવમાં આવેલા કતલખાને જવાનું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી રાયકા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાનું છે તેવી બાતમી મળી હતી. જેના આધારે રાયકા ગામ પાસે જીવદયા પ્રેમી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમીયાન રાયકા ગામ પાસે એક્સપ્રેસ હાઇવે પરથી આ કન્ટેનર પસાર થતા જીવ દયા પ્રેમીના કાર્યકર જતીન વ્યાસ અને હરીશ સરાણીયા સહિતની ટીમે પશુઓ ભરેલું કન્ટેનર ને ઝડપી પડવામાં આવ્યું હતું.
કન્ટેનર પર બાંધેલી તાડપત્રી હટાવી જોતા તેમાં ખીચો ખીચ રીતે બાંધેલા 19 જેટલા પશુઓ બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના બાબતે ભાદરવા પોલીસને જાણ કરતા કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમીઓએ કન્ટેનરનો ડ્રાઈવર તેમજ પશુ ભરેલૂ કન્ટેનર ભાદરવા પોલીસને સોપવામાં આવ્યું હતું અને ભાદરવા પોલીસે આરોપી ફારુકમિયા મલેક અને ઇલિયાસમિયા મલેક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


