USAની યુનિવર્સિટીમાં એડમિશનના નામે વિદ્યાર્થી સાથે રૂપિયા 13.68 લાખની ઠગાઇ થતાં ફરિયાદ

હરણી સ્થિત મારૂતિધામ કોમ્પ્લેક્સમાં રહેતા ભરતભાઇ દળવીએ હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Complaint-filed-against-student-for-cheating-him-of-Rs-13-68-lakh-in-the-name-of-admission-to-a-university-in-USA

- વિદ્યાર્થી અમેરિકા ગયા બાદ ફી નહિ ભરે તો 2% લેટ ફી પેનલ્ટી લાગશેનું કહેતા ભાંડો ફૂટ્યો!

યુએસએની યુનિ.માં એડમિશનના નામે વડોદરાના એક વિદ્યાર્થી સાથે રૂ.૧૩.૬૮ લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ થઇ છે.

હરણી પોલીસના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેરના હરણી એરપોર્ટ સામે આવેલા મારૂતિધામ કોમ્પ્લેક્સમાં રહેતા ભરતભાઇ દળવીએ તેમના પુત્રને યુએસએમાં વધુ અભ્યાસ માટે મોકલવા રેસકોર્સ ચકલી સર્કલ પાસેની ઓવરસીઝ એજ્યુકેશન લિ.નો સંપર્ક કર્યો હતો. જ્યાં નવેમ્બર-૨૦૨૩માં અલાબા યુનિ.માં એડમિશન માટે વાત થઇ હતી અને મૈત્રી ગુપ્તાએ ઓફર લેટર કન્ફર્મ કરવા માટે ૨૦૩૦ ડોલર (૧.૭૧ લાખ) વિપુલ જગદીશભાઇ ચૌહાણ (રહે. આર્યા ઇલાઇટ-૨, નારાયણવાડી પાછળ, અટલાદરા)ને આપવા કહ્યું હતું.

વિપુલ ચૌહાણે રૂપિયા યુનિ.માં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ટયુશન ફી માટે રૂ.૧૩.૬૮ લાખ લીધા હતા. જેની રિસિપ્ટ પણ મોકલી હતી.પરંતુ વિદ્યાર્થી જ્યારે અમેરિકા ગયો ત્યારે તેને ફી નહિ ભરે તો બે ટકાની લેટ ફી પેનલ્ટીની ચીમકી મળી હતી. જેથી વિપુલે રૂપિયા જમા નહિ કરાવતાં તેનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેની પત્નીએ કહ્યું હતું કે, વિપુલ ક્યાં છે તેની મને પણ ખબર નથી. જેથી અમારા રૂપિયા પરત નહિ મળતાં હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.

Share :

Leave a Comments