- પૂર્વ ડાયરેક્ટરે કંપનીના એકાઉન્ટ પરથી પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટુકડે-ટુકડે રૂ.1.52 કરોડ ટ્રાન્સફર કર્યા હતા, ઉપરાંત કંપનીના નામ પર 15.50 લાખની લોન લીધી હતી
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના પૂર્વ ડાયરેક્ટર રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કંપની નામે લોન લઈને તેમજ ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને રૂપિયા 2.9 કરોડની ઠગાઈ કંપની સાથે કરતા પૂર્વ ડાયરેક્ટર વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સંજયકુમાર રામચંન્દ્ર મિસ્ત્રીએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, દિપકભાઈ વિનુભાઈ પરમાર અમારી એમ ટેક વાલ્વસ સિસ્ટમ ઈન્ડીયા પ્રા. લી પૂર્વ ડિરેક્ટર તરીકે હતા. તે સમય દરમિયાન કંપનીના અટલાદરા બ્રાન્ચવાળા એકાઉન્ટ પરથી પોતાના પર્સનલ એકાઉન્ટમાં ટુકડે-ટુકડે રૂ.1.52 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત કંપનીના નામ પર રૂપિયા 15.50 લાખની લોન લીધી હતી. જે પૈસાનો આ ડિરેક્ટર દ્વારા અંગત રીતે ઉપયોગ કર્યો હતો. ટુકડે-ટુકડે લાખો રૂપિયા ચાઉ કર્યા હતા.
તેઓએ ત્રણ કંપનીના ક્રેડિટ કાર્ડ અને લેપટોપ સાથે કંપનીના ખાતામાંથી પોતાના ખાતામાં નાણા ટ્રાંસફર કરી તથા કંપનીના નામે લોન થઈ પોતાના માટે ઉપયોગ કરી ઉચાપત કરી છેતરપિંડી આચરી હતી. આ મામલે અટલાદરા પોલીસ મથકમાં દિપક પરમાર વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


