ગોત્રીમાં લઘુમતી સમાજના યુવકના લગ્ન થઇ જવા છતાં હિન્દુ યુવતીને સંબંધ રાખવા ધમકી આપતા ફરિયાદ

યુવતીને લઘુમતી સમાજના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયા બાદ બંનેને પ્રેમ થયો હતો

MailVadodara.com - Complaint-filed-against-a-young-man-from-a-minority-community-in-Gotri-for-threatening-to-have-a-relationship-with-a-Hindu-girl-despite-being-married

- યુવક-યુવતીએ લગ્ન કરવા બંનેના માતા-પિતાને વાત કરતા બંને અલગ અલગ ધર્મના હોવાથી ના પાડી હતી, આ દરમિયાન યુવકના પોતાની જ્ઞાતિમાં લગ્ન થઇ ગયા હતા

- યુવકના લગ્ન થતાં યુવતીએ સંબંધ તોડી નાખતા યુવક ફોન દ્વારા ધમકી આપતો હતો કે, તારાથી જે થાય તે કરી લે, કોઈનાથી ડરતો નથી અને તું મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને લઘુમતી સમાજના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થાય છે. બાદમાં બંને અલગ અલગ ધર્મના હોવાથી બંનેના માતા-પિતા લગ્ન માટે સહમતિ આપતા નથી. આ દરમિયાન યુવકના પોતાની જ્ઞાતિમાં લગ્ન થાય છે, ત્યારે યુવતી તેની સાથે સંબંધો ન રાખવાની વાત કરે છે, છતાં યુવક અવાર નવાર ફોન દ્વારા હેરાન કરી ધમકી આપતા આખરે આ મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગોત્રી પોલીસ મથકમાં યુવતીએ આપેલી ફરિયાદ મુજબ, તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2020માં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. દ્વારા અન્ય ધર્મના યુવક સાથે સંપર્ક થાય છે. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થાય છે જે પ્રેમમાં પરિણામે છે. બાદમાં એક બીજાની મુલાકાત શહેરના કમાટીબાગ ખાતે થાય છે. આ યુવકનું નામ મહોમદ કૈફ (રહે. તાંદલજા) હોવાનું સામે આવે છે. આ દરમિયાન એકબીજાના મોબાઈલ નંબર આપ-લે કર્યા હતા. ત્યારબાદ તેઓ એકબીજા સાથે અવાર નવાર કાફેમાં તથા અલગ-અલગ જગ્યાએ મળવા જતા હતા. ત્યારબાદ વર્ષ 2024માં લગ્ન કરવા માટે યુવક અને યુવતીએ બંનેના માતા-પિતાને વાતચીત કરતા બંને અલગ અલગ ધર્મના હોવાથી ના પાડી હતી. દરમિયાન કૈફના લગ્ન તેના ધર્મની યુવતી સાથે થઈ જાય છે. બાદમાં યુવતી તેની સાથે વાતચીત ન કરવા જણાવે છે. છતાં લગ્નના એક અઠવાડિયા બાદ સતત કોલ કરે છે. બાદમાં યુવતી તેને બ્લોક કરી દૂર જવાનો પ્રયાસ કરે છે છતાં તે અવાર નવાર હેરાન પરેશાન કરે છે.

યુવતી તેની સામે ફરિયાદ કરવાની વાત કરે છે ત્યારે યુવક યુવતીને ધમકી આપે છે કે, તારાથી જે થાય તે કરી લે, હું કોઈનાથી ડરતો નથી અને તું મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ. એ મામલે યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments