વડોદરામાં મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દેતા ફરિયાદ

કાર ગીરવે મૂકી દીધી હોવાની જાણ થતાં સિટી પોલીસ મથકમાં ફરિયાદ

MailVadodara.com - Complaint-filed-against-a-person-who-repeatedly-pawned-a-car-given-to-a-friend-in-Vadodara

- મિત્રએ દીકરીની તબિયત ખરાબ છે, હોસ્પિટલ આવવા જવા માટે મારે કારની જરૂર છે કહેતા યુવકે તેની બહેનની કાર તેને આપી હતી

વડોદરામાં મિત્રને ફેરવવા માટે આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દેવામાં આવતા સિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારના મદાર કોમ્પલેક્સમાં રહેતા ફૈયાઝહુસેન રફીકભાઇ શેખ પ્લાસ્ટિકનો વેપાર કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૩મી તારીખે મારા મિત્ર મુસ્તકીમ અબ્દુલભાઇ જેતારીયા (રહે. મહોમ્મદી ફળિયું, પાવાગઢ રોડ, હાલોલ, જિ.પંચમહાલ) મારા ઘરે આવ્યો હતો. તેણે મને કહ્યું કે, મારી દીકરીની તબિયત ખરાબ છે. હોસ્પિટલ આવવા જવા માટે મારે કારની જરૂર છે. જેથી, મેં મારા બહેનની કાર તેને આપી હતી. બે દિવસ પછી કાર આપી દઇશ, તેવું કહીને તે કાર લઇ ગયો હતો. ત્યારબાદ તેણે કાર પરત કરી નહતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, તેણે કાર બારોબાર ગીરવે મૂકી દીધી છે.

Share :

Leave a Comments