- એડમિશન ન આપતા ડોક્ટરે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી
વડોદરાના મકરપુરા માણેજા ક્રોસિંગ પાસે રાજમણી સોસાયટીમાં રહેતા ડોક્ટર સીએમ ચોટલીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો દીકરો હાલમાં ધોરણ 12 પાસ કરીને મેડિકલનો અભ્યાસ કરી ડોક્ટર બનવા માટે તૈયારી કરી રહ્યો છે. તેને સારી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવવાનું હોવાથી અમે ઈન્સ્ટાગ્રામમાં એડમિશન ગુરૂ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડની રીલ જોઈ હતી. જેના ડાયરેક્ટ રણજીત મુખીયા હતા. તેઓની સાઈટ પરથી નંબર મેળવી ઓફિસના કર્મચારી સાથે ઓગસ્ટ 2025 નો ફોન પર સંપર્ક કર્યો હતો. સ્ટાફે મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ મારા દીકરાના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ દિલ્હી ખાતે ઓફિસમાં મળવા બોલાવતા હું અને મારી પત્ની ગયા હતા. ત્યાં અમને સંજીવભાઈ જા મળ્યા હતા. તેમણે મારા દીકરાના ડોક્ટરને ચેક કરીને જણાવ્યું હતું કે દીકરાનું કર્ણાટક ખાતે આવેલ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં એડમિશન કરાવી આપીશ.
તેણે એલિજીબીલીટી સર્ટીના રૂ.2 લાખ તથા 5 લાખ, એડમિશનની પ્રોસેસના આપવાના રહેશે. તેમજ બે લાખ એડમિશન મળી ગયા પછી આપવાના રહેશે તેવી વાત કરી હતી. તેઓ મારી સાથે રિસીવ કરાર પણ કર્યો હતો. નવેમ્બર 2025 સુધીમાં એડમિશન થઈ જશે તેવું કહીને હું કોલેજ બતાવવા માટે પણ સંજીવ જા લઈ ગયો હતો. નવેમ્બર મહિના સુધી એડમિશન નહીં થતાં તપાસ કરતા સંજીવ ગલ્લા તલ્લા કરવા લાગતા અમને શંકા જતા અમે પૈસા પરત માંગયા હતા. પરંતુ અમે આપેલા 7.20 લાખ હજી સુધી પરત કર્યા નથી. પોલીસે એડમિશન ગુરૂ ઓપીસી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રણજીત મુખીયા (રહે-કોલકત્તા, વેસ્ટ બંગાળ) તથા કર્મચારી સંજીવ જા જેમની ઓફિસની દિલ્હી ખાતે આવેલી છે. તે બંનેની સામે ગુનો દાખલ કર્યો છે.


