એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટી પાસે ગણેશ યાત્રામાં બે જૂથ વચ્ચે મારામારી, બે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

ગણેશ યાત્રામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ધક્કામુક્કી બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

MailVadodara.com - Clash-between-two-groups-during-the-Ganesh-procession-near-the-Faculty-of-Home-Science-at-MS-University-two-students-injured

- ગણેશજીની યાત્રા ઝડપથી આગળ વધારવા કહેતા ગાળાગાળી કર્યા બંને જૂથ વચ્ચે ધક્કામુકક્કી અને મારામારી થઇ હતી, ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખસેડાયા અને પોલીસ તપાસ શરૂ


વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ગઈકાલે રાતે (11 સપ્ટેમ્બર) ગણેશ આગમન યાત્રા દરમિયાન વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને મારામારીની થઈ હતી. KM હોલ અને SP હોલ સહિતની ગણેશ આગમન યાત્રાઓ દરમિયાન હોમ સાયન્સ ફેકલ્ટી નજીક વિદ્યાર્થીઓ આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે.


MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના KM હોલ અને SP હોલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને શુક્રવારે રાત્રે ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ABVPના આગેવાનો દ્વારા KM હોલ સહિત અન્ય હોલમાં બિરાજમાન કરવામાં આવનાર હતાં.

KM હોલની ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી અને આ સમયે જ ABVP દ્વારા પણ ગણેશ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. બંને યાત્રા હોમ સાયન્સ ફેકલ્ટી નજીક પહોંચતા બંને જૂથના વિદ્યાર્થીઓ સામસામે આવી ગયા હતા. આ સમયે બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


વિદ્યાર્થી સક્ષમ દૂબેએ કહ્યું હતું કે, હું LLBનો અભ્યાસ કરું છું. આજે KM હોલના ગણેશજીના કાર્યક્રમ દરમિયાન અમે ગણેશજીની યાત્રા લઈને આગળ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા લોકોએ અમને ગણેશજીની યાત્રા ઝડપથી આગળ વધારવા કહ્યું હતું અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. અમે તેમને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ અમારી સાથે ધક્કામુક્કી અને મારામારી કરવા લાગ્યા હતા.


તેને વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ મારા મિત્રો પર હુમલો કર્યો હતો, ખાસ કરીને એક મિત્રનું નામ પૂછીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મારા જૂનિયર મિત્ર અભિષેક ગિરી અને અન્ય એક મિત્રને હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને લોહી નીકળ્યું છે. ઇજાગ્રસ્ત મિત્રોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલી રહી છે.

ABVPના કાર્યકર આશિષ સોલંકીએ કહ્યું હતું કે, ગણેશજી આગમનનો કાર્યક્રમ હતો. MS યુનિવર્સિટીમાં અભ્યાસ ન કરતા હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ બાબતે તેમની સાથે વાતચીત કરતી વખતે થોડી ધક્કામુક્કી થઈ હતી, ત્યારબાદ જ્યારે અમે ગણેશજીની આરતી કરી રહ્યા હતા, ત્યારે સામેથી શ્યામ પંડ્યા અને તેમની સાથેના લોકો આવ્યા હતા અને અમારા પર અચાનક હુમલો કરી દીધો હતો. 10થી વધુ લોકોએ ભેગા મળીને ચાર-પાંચ જણા પર મારામારી કરી હતી, જેમાં અમારા એક સભ્યને ઇજા પહોંચતા તેને સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે.

Share :

Leave a Comments