વડોદરામાં બાળમજૂરી સામે ઝુંબેશ દરમિયાન વધુ એક બાળમજૂરનું રેસ્ક્યુ કરી તેની પાસે મજૂરી કરાવનાર સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાળ મજૂરોને શોધી તેમને મુક્ત કરાવવાનું અને તેમનો વિકાસ થાય તેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે દરમિયાન સંચાલકો સામે કેસ કરવામાં આવતા હોય છે.
હાથીખાના વિસ્તારના તુલસીવાડી એપાર્ટમેન્ટમાં સુમન બેકરીમાં આવી જ રીતે બાળ મજુર રાખવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસની ટીમે દરોડો પાડયો હતો. જે દરમિયાન એક સગીર મળી આવતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસે બેકરીના સંચાલક રવિશંકર અનંતરામ જોશી (વ્રજરાજ કોમ્પ્લેક્સ, રશ્મી પાર્ક સોસાયટી પાસે, અંબાલાલ પાર્ક, કારેલીબાગ) ની ધરપકડ કરી હતી.