રાવપુરામાં મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કારના આગળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી

ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી તપાસ શરૂ કરી

MailVadodara.com - Chaos-ensues-as-fire-breaks-out-in-front-of-a-car-parked-outside-the-gate-of-Maharani-Kanya-Vidyalaya-in-Raopura

- પ્રાથમિક તપાસમાં કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન

વડોદરામાં મહારાણી કન્યા વિદ્યાલયના મુખ્ય ગેટ બહાર પાર્ક કરેલી એક કારમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કારમાં કોઈ બેઠેલુ ન હોવાથી જાનહાનિ થતા ટળી ગઈ હતી.

Vadodara Car Fire Near School; Short Circuit Suspected | People Panicked

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર ત્રણ રસ્તા નજીક ગેટ બહાર પાર્ક કરેલી કારમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં કારના આગળના ભાગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં આખું બોનેટ આગની લપેટમાં આવી ગયું હતું.

ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ સમયે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થતા ટળી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડના જવાનો ગણતરીની મિનિટોમાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments