સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે પાર્સલના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઇ

પાર્સલના ગોડાઉનમાં આજે સવારે આશરે પાંચ વાગ્યે અચાનક આગ ભભૂકી ઊઠી હતી

MailVadodara.com - Chaos-ensued-after-a-fire-broke-out-early-in-the-morning-at-a-parcel-warehouse-near-Dairy-Den-Circle-in-Sayajiganj

- ગોડાઉનમાં મોટી માત્રામાં પાર્સલ અને અન્ય જ્વલનશીલ સામાન પડ્યો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમા ડેરી ડેન સર્કલ નજીક આવેલા પાર્સલના ગોડાઉનમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારે આશરે પાંચ વાગ્યે લાગેલી આગ ગોડાઉનમાં રહેલા પાર્સલ અને અન્ય સામાનને કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.


વડોદરાના ડેરી ડેન સર્કલ નજીક આવેલા પાર્સલના ગોડાઉનમાં સવારે આશરે પાંચ વાગ્યે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ગોડાઉનમાં મોટી માત્રામાં પાર્સલ અને અન્ય જ્વલનશીલ સામાન પડ્યો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગની જાણ થતાં દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસર કામગીરીના કારણે આગ નજીકના અન્ય સ્થળોએ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.


સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિ દાઝી હોવાની કે જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે ગોડાઉનમાં રહેલા પાર્સલ અને અન્ય સામાન આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળી જતાં ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments