દર્શન માટે લાઇનમાં ઊભેલી મહિલાના ગળામાંથી ચેન આંચકી લેવાઇ, 50 દિવસ પછી ગુનો દાખલ

માંજલપુરમાં હનુમાન જન્મોત્સવ દરમિયાન ચેન સ્નેચિંગની ઘટના સામે આવી

MailVadodara.com - Chain-snatched-from-womans-neck-while-standing-in-line-for-darshan-case-registered-after-50-days

- ભીડનો લાભ લઈ અજાણી મહિલાએ સોનાની ચેન ખેંચી લીધી, પેન્ડલ સાડીમાં ભરાઈ જતા બચી ગયું

વડોદરામાં હનુમાન જન્મોત્સવના દિવસે મંદિરે દર્શન કરવા ઊભેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન તૂટી હતી. જે અંગે 50 દિવસ પછી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

માંજલપુરના સ્વામી સૂર્યનારાયણનગરમાં રહેતા કુંદાબેન ગણપતભાઇ સરકલેએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.2જી એપ્રિલે હું તથા મારી દીકરી તથા મારા દીકરાની પત્ની માયાબેન સાથે માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે લાઇનમાં ઊભા હતા. તે સમયે બપોરે 12 વાગ્યે મહિલાઓની લાઇનમાં ભીડમાં કોઇ મહિલાએ મારા ગળામાંથી પેન્ડલવાળી સોનાની ચેન નજર ચૂકવીને આંચકી લીધી હતી. પરંતુ, પેન્ડલ મારી સાડીમાં ભરાઇ જતા પેન્ડલ બચી ગયું હતું. પરંતુ, ચેન જતી રહી હતી. 2જી એપ્રિલના બનાવની ફરિયાદ 50 દિવસ પછી નોંધાતા આરોપી પકડાઇ ગયા હોવાની ચર્ચા છે.

Share :

Leave a Comments