મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ જતી એક્સપ્રેસ ટ્રેનમાંથી 1.56 લાખના દારૂ સાથે કેટરિંગનો વેપારી ઝડપાયો

એક્સપ્રેસ ટ્રેનમાં વાપીથી નડિયાદ દારૂ લઇ જતા રામોલના હિતેન ગાંધીની ધરપકડ

MailVadodara.com - Catering-businessman-caught-with-liquor-worth-Rs-1-56-lakhs-from-Mumbai-Central-to-Ahmedabad-express-train

- બે ટ્રોલી બેગમાંથી દારૂની ૪૮૦ બોટલ કબજે કરાઇ, બે આરોપી વોન્ટેડ જાહેર કરાયાં

વાપીથી દારૂ લઇને ટ્રેનમાં નડિયાદ જતા વેપારીને રેલવે પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી ૧.૫૬ લાખનો દારૂ કબજે લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ-૨ પર ગઇકાલે સાંજે પોણા આઠ વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી અમદાવાદ જતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી હતી. ટ્રેનના સી-૧ કોચના દરવાજા પાસે એક શખ્સ વજનદાર ટ્રોલી બેગ લઇને ઊભો હતો. રેલવે પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે બેગમાં દારૂ હોવાની કબૂલાત કરી હતી. તેને એલ.સી.બી. ઓફિસ લાવી પૂછપરછ કરતા તેનું નામ હિતેન નરેન્દ્રભાઇ ગાંધી, ઉં.વ.૪૬ (રહે. જલારામ વાટિકા, રામોલ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. તેનો મૂળ ધંધો કેટરિંગનો છે. પોલીસે ચેક કરતા બેગમાંથી દારૂની ૪૮૦ બોટલ મળી આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, વાપીમાં રહેતા લખન નામના શખ્સ પાસેથી દારૂ લીધો હતો અને નડિયાદમાં રહેતા કુલદીપને આપવાનો હતો. જેથી,પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

Share :

Leave a Comments