સમા વિસ્તારના મકાનમાંથી 725 ગ્રામ ગાંજા સાથે કેરિયર ઝડપાયો, સપ્લાયરને વોન્ટેડ જાહેર કરાયો

સમા પોલીસે બાતમીના આધારે સંજયનગર સ્થિત નહેરૂનગરમાં રેડ કરી હતી

MailVadodara.com - Carrier-caught-with-725-grams-of-ganja-from-a-house-in-Sama-area-supplier-declared-wanted

- સમા પોલીસે 725 ગ્રામ રૂા.36,250 અને એક મોબાઇલ મળી રૂ.46 હજારનો મુદામાલ કબ્જે કર્યો

- પકડાયેલા કેરિયર વિરુદ્ધ અગાઉ એનડીપીએસના ચાર ગુના નોંધાયેલા છે

વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધાર રેડ કરી 725 ગ્રામ ગાંજો (કિં.રૂ. 36,250) સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે સમા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી સામે અગાઉ NDPS અને હત્યાના પ્રયાસનો ગુનો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ગાંજો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.


વડોદરા શહેર પોલીસ દ્વારા તાજેતરમાં અલગ અલગ વિસ્તારોમાં ગાંજો તથા એમ.જી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું છુપી રીતે વેચાણ કરનાર કેરિયર તથા પેડલરો સામે સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન 23 નવેમ્બરના રોજ સમા પોલીસ તેમના હદ વિસ્તારમાં નાર્કોટીક્સની પ્રવૃતિ સાથે સંકળાયેલા શકમંદો ઉપર વોચ રાખીને સતત પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન જીવાયું દિપકકુમાર જબ્બરસિંગને બાતમી મળી હતી કે સમા નહેરૂનગર ફતેહબાગ સોસાયટી મકાન નં.36માં રહેતા ભરત પ્રતાપસિંહ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છૂટકમાં વેચાણ કરે છે.


જેના આધારે સમા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. ત્યાંરે ભરત પ્રતાપસિંહ ચૌહાણ (રહે. મકાન નં. 36, નેહરૂનગર, ફતેહબાગ સોસાયટી પાસે, સંજયનગર, સમા) ઝડપાઈ ગયો હતો. કેરિયરને સાથે રાખી ઘરમાં તપાસ કરી હતી. ત્યારે ગેરકાયદે સંતાડી રાખેલો રૂપિયા 36 હજારનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે બાબતેની પુછપરછ કરતા આરોપી હરીશ ઉર્ફે કાંતી માછી ગાંજો આપી જાય છે તેવુ જણાવ્યુ હતું. જેથી કેરિયર પાસેથી ગાંજાનો જથ્થો 725 ગ્રામ રૂા.36,250 અને એક મોબાઇલ મળી રૂ.46 હજારનો મુદામાલ કબ્જે કરાયો છે. જ્યારે ગાંજા ની ડિલિવરી આપી જનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેરિયર વિરુદ્ધ સમય પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ચાર એનડીપીએસના ગુના નોંધાયેલા છે.

Share :

Leave a Comments