ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો

અમીન પાર્ટી પ્લોટની સામે ગ્રાઉન્ડ પાસેથી યુવકને ઝડપી પાડ્યો

MailVadodara.com - Carrier-caught-selling-marijuana-on-scooter-in-the-ground-opposite-Gorwa-party-plot

- ગોરવા પોલીસે આરોપી ભાવિન બારીયા પાસેથી રોકડા ૧૮૫૦ અને મોબાઇલ ફોન કબજે કરી ગાંજો પૂરો પાડનાર પાદરાના રોનકને વોન્ટેડ જાહેર કર્યો

શહેરના ગોરવા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા એક કેરિયરને પોલીસે ઝડપી પાડી તેના સપ્લાયરની તપાસ હાથ  ધરી છે.


ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારના અમીન પાર્ટી પ્લોટની સામેના ગ્રાઉન્ડમાં એક વ્યક્તિ સ્કૂટર પર આવી ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતાં પીઆઇ કે એન લાઠિયાએ ટીમ પાસે વોચ રખાવી હતી.

જે દરમિયાન સ્કૂટર લઇ આવેલો એક યુવક ગાંજાનું વેચાણ કરતાં ઝડપાઇ ગયો હતો.પૂછપરછ દરમિયાન તેનું નામ ભાવિન ભાઇલાલભાઇ બારીયા (રહે.વ્રજધારા ફ્લેટ્સ, દિવાળીપુરા) હોવાનું ખૂલ્યું હતું અને સ્કૂટરમાંથી રૂપિયા ૨ હજારની કિંમતનો ૨૦૫ ગ્રામ ગાંજો મળ્યો હતો. પોલીસે રોકડા રૂપિયા ૧૮૫૦ અને મોબાઇલ પણ કબજે કર્યા હતા.જ્યારે ગાંજો પૂરો પાડનાર પાદરાના રોનકને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments