સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ગાંજાની ડિલિવરી માટે ઊભેલો કેરિયર ઝડપાયો

એલસીબી ઝોન-4ના સ્ટાફે માહિતી આધારે આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - Carrier-arrested-for-delivering-marijuana-near-Sardar-Estate-intersection

- પોલીસને જોઇને ભાગવા જતા પીછો કરીને પકડી લીધો, ૧૫ હજારની કિંમતનો ૩૦૦ ગ્રામ ગાંજો કબજે, એક આરોપીને વોન્ટેડ કરાયો

સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે મોપેડ લઇને ગાંજાની ડિલિવરી માટે ઊભેલા કેરિયરને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

એલ.સી.બી. ઝોન - ૪ ના સ્ટાફને માહિતી મળી હતી કે, આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે નાસ્તાની લારી સામે એક વ્યક્તિ મોપેડની ડીકીમાં ગાંજાનો જથ્થો લઇને ઊભો છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે પીછો કરીને અલ્તાફ ચાંદમીંયા મકરાણી (રહે. રાજારાણી તળાવ પાસે, પાણીગેટ) મળી આવ્યો હતો. તેના મોપેડની ડીકીમાંથી ૩૦૦ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ૧૫ હજારનો મળી આવ્યો હતો. પોલીસે મોપેડ, મોબાઇલ અને ગાંજા સહિત કુલ રૂપિયા ૫૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તેણે પોલીસને જણાવ્યું હતું કે, મારી નજીકમાં રહેતા સોએબ મહેબૂબભાઇ દિવાને ગાંજો ડીકીમાં મૂકી આપ્યો હતો. સરદાર એસ્ટેટ પાસે ડિલિવરી આપવાની હતી અને તે પેટે ૫૦૦ રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી, પોલીસે સોએબ દિવાનને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share :

Leave a Comments