ખિસકોલી સર્કલ પાસે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ગઇ, ચાલક ઇજાગ્રસ્ત

ગત મોડી રાત્રે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, ડિવાઇડરમાં અથડાયા બાદ કાર પલટી

MailVadodara.com - Car-overturns-after-woman-loses-control-of-steering-wheel-near-Khishkoli-Circle-driver-injured

- ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારને ધક્કો મારીને સીધી કરી હતી

- આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ઘટનાને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો


વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે 10 જુલાઈની મોડીરાત્રે એક કાર પલટી ગઈ હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું સ્થળ પર એકત્રિત થયું હતું. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ છે અને પછી બે ટપ્પા ખાઈને પલટી જાય છે. આ ઘટનામાં મહિલા કારચાલકને ઈજા પહોંચી છે. આ મામલે અટલાદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા શહેરના ખિસકોલી સર્કલથી માંજલપુર તરફ જતા રોડ પર એક મહિલા કાર લઈને જઈ રહી હતી. એ સમયે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારને ધક્કો મારીને સીધી કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નોંધપાત્ર નુકસાન થયું છે. આ સાથે કારચાલક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ છે.


ઘટનાને પગલે ખિસકોલી સર્કલથી માંજલપુર તરફ જતા રસ્તા ટ્રાફિક થઈ ગયો હતો. ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં થઈ ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું હતું કે મહિલા કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને કાર ડિવાઇડર સાથે અથડાય છે અને પછી પલટી જાય છે, જોકે પાછળથી આવતા વાહનચાલકોએ સમય સૂચકતા વાપરીને બ્રેક મારી દેતાં તેઓ પણ બચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અવારનવાર આ પ્રકારના અકસ્માત થાય છે. ઘણી વખત આવા અકસ્માતમાં નિર્દોષ લોકો જીવ પણ ગુમાવે છે. તેમ છતાં કારચાલકો સામે યોગ્ય કાર્યવાહી થતી નથી. તાજેતરમાં જ થયેલો રક્ષિતકાંડ એનો પુરાવો છે, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Share :

Leave a Comments