વિધાનસભા વિસ્તારના મતદાન બૂથ પર કેમ્પ યોજાશે, હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરી શકાશે

વડોદરા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અન્વયે કેમ્પનું આયોજન કરાયું

MailVadodara.com - Camps-will-be-organized-at-the-polling-booths-of-the-assembly-constituencies-where-claims-of-rights-and-objection-petitions-can-be-disposed-of

- તમામ વિધાનસભા વિસ્તારમાં મતદારોને ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 મેળવવા અને જમા કરાવવામાં તકલીફ ન પડે તે હેતુથી 45 કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ શરૂ કરાયા

વડોદરા જિલ્લામાં હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે અને મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ તા.19 ડિસેમ્બર 2025 ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.

બીજા તબક્કામા હક્ક દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.19 ડિસેમ્બર 2025 (શુક્રવાર)થી તા.18 જાન્યુઆરી 2026 (રવિવાર) તેમજ નોટીસ (નોટીસ ઇસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો તા.19 ડિસેમ્બર 2025(શુક્રવાર)થી તા.10 ફેબ્રુઆરી 2026 (મંગળવાર) સુધી કામગીરી થનાર છે. જે અન્વયે વડોદરા જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારના મતદાન મથક(બૂથ)પર વિશેષ કેમ્પનું આયોજન તા.27 ડિસેમ્બર, 2025 (શનિવાર), તા.28 ડિસેમ્બર, 2025 (રવિવાર), તા.03 જાન્યુઆરી 2026 (શનિવાર) અને તા.4 જાન્યુઆરી 2026 (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે, જ્યાં બી.એલ.ઓ. સવારે 10 ક્લાકથી સાંજના 5 કલાક સુધી હાજર રહેશે અને તેઓ દ્વારા નીચે જણાવેલ કામગીરી કરવામા આવનાર છે.

(1 મુસદ્દા મતદારયાદીમાં નામ છે કે નહિં તેની ચકાસણીની કામગીરી

(2) No Mapping અને Uncollectable ના કિસ્સામાં જરૂરી આધાર પુરાવા સ્વીકારવાની કામગીરી

(3)મુસદ્દા મતદારયાદીમા નામ ન હોય તે કિસ્સામા ફોર્મ-6 (ડીક્લેરેશન સાથે) ભરાવવાની કામગીરી

(4) ફોર્મ-૬(નામ દાખલ કરવા), ફોર્મ-7(નામ કમી કરવા), ફોર્મ-8 (સુધાર વધારા)ના ફોર્મ સ્વીકારવાની કામગીરી

(5) જો આપની ઉંમર તા.01/01/2026 ના રોજ 18 વર્ષ કે તેથી વધું થતી હોય તો ફોર્મ-૬ ભરાવવાની કામગીરી

આ ઉપરાંત જો મતદારને મતદારયાદી સબંધિત મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન બી.એલ.ઓ.દ્વારા આપવામા આવશે.

વધુમા વડોદરા જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં મતદારોને ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 મેળવવા અને જમા કરાવવામાં તકલીફ ન પડે તે હેતુથી કુલ 45 કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે, જ્યાં મતદાર જાહેર રજા સિવાયના વર્કીંગ દિવસોમા,ઓફિસ સમય દરમ્યાન ફોર્મ મેળવી તેમજ જમા કરાવી શકશે તેમજ ઓનલાઇન voters.eci.gov.in પર પણ ફોર્મ ભરી શકાશે. ઉપરોક્ત વિશેષ કેમ્પ તેમજ કલેક્શન અને ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરનો લાભ લેવા તમામ મતદારોને જિલ્લા વહીવટી તંત્ર વદોદરા તરફથી અપીલ કરવામા આવે છે.

Share :

Leave a Comments