- કરજણ પોલીસ સ્ટેશનના કુલ 18 ગુનાનો મુદ્દામાલ જેમાં નાની-મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- 1,37,612 જેની કુલ કિંમત રૂા.4,45,84,142નો મુદ્દામાલ નાશ કરાયો
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથક દ્વારા પકડી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 4 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

કરજણ પોલીસ મથક દ્વારા છેલ્લા કેટલાક સમયમાં વિવિધ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રેન્જ આઇજી સંદિપ સિંગ વડોદરા તથા ડીએસપી સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો મુદ્દામાલ સમય મર્યાદામા કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી નાશ કરવા સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે કરજણ પીઆઈ બી.એમ.પટેલ દ્વારા જરૂરી ટીમ બનાવી પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા માટે સક્ષમ ન્યાયાધીશ પાસેથી જરૂરી પરમીશન મેળવી સબ ડિવીઝનલ મેજીસ્ટેટની અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશનનો ગેર કાયદેસર પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવા માટે નિર્ધારીત કરી હતી.
કરજણ પોલીસ સ્ટેશનના કુલ 18 ગુન્હાનો મુદ્દામાલ જેમા નાની-મોટી બોટલો તથા બિયરો મળી કુલ નંગ- 1,37,612 જેની કુલ કિ.રૂ. 4,45,84,142નો મુદ્દામાલ પંચો અને કમીટીના સભ્યો રૂબરૂમાં બામણગામ ખાતે આવેલ મોર્ડન પેટ્રોફીલ્સ કંપનીની ખુલ્લી જગ્યામા નાશ કરવામાં આવ્યો.


