માંજલપુરના વોર્ડ 17માં આધારકાર્ડની કામગીરી દરમિયાન જન્મનું બોગસ સર્ટિફિકેટ મળી આવ્યું

બે મહિનામાં 6 બોગસ સર્ટિ મળ્યા, પોલીસ આખા રેકેટનો પર્દાફાશ ક્યારે કરશે?

MailVadodara.com - Bogus-birth-certificate-found-during-Aadhaar-card-process-in-Ward-17-of-Manjalpur

- વધુ એક બોગસ જન્મ પ્રમાણપત્ર ઝડપાયું

- સતત 3 દિવસમાં 3 બોગસ પ્રમાણપત્રો મળ્યા, 500 રૂપિયામાં આ દાખલો કઢાવ્યો હતો

- જન્મના પ્રમાણપત્ર ઉપર વીએમસી અને જન્મના પ્રમાણપત્રની નીચે વિશાખાપટનમ લખેલું જોવા મળ્યું, થ્રી લેયર સિસ્ટમ દ્વારા ચકાસણી કરતા આ બોગસ હોવાનું સામે આવ્યું

વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનામાં એક બાદ એક બોગસ જન્મના પ્રમાણપત્રો હાથ લાગ્યા છે. બે દિવસ અગાઉ શહેરના વારસિયા વિસ્તારમાં નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું, ગત રોજ મકરપુરા વિસ્તારમાંથી બોગસ સર્ટિફિકેટ ઝડપાયું હતું અને આજે ફરી એકવાર બોગસ જન્મનું પ્રમાણપત્ર મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. આવા પ્રમાણપત્રો અવારનવાર ઝડપાઈ રહ્યા છે અને દરેકમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. પરંતુ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આ આખા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 17 માં આધારકાર્ડ કામગીરી દરમિયાન એક પરિવાર પાસેથી બોગસ સર્ટિફિકેટ મળી આવ્યું છે. જેમાં જન્મના પ્રમાણપત્ર ઉપર વીએમસી અને જન્મના પ્રમાણપત્રની નીચે વિશાખાપટનમ લખવામાં આવ્યું છે. આ કામગીરી દરમ્યાન થ્રી લેયર સિસ્ટમ દ્વારા ચકાસણી કરતા આ બોગસ હોવાનું સામે આવ્યું છે.


વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વસ્તી ગણતરી અધિકારી સમિક જોષી આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ જન્મનું પ્રમાણપત્ર બાબતે અમને ઓપરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક સર્ટિફિકેટ નકલી હોય તેવું જણાઈ રહ્યું છે. તેનો ફોટો મોકલતા જન્મ મરણ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવતા તે ડમી હોવાનું જણાવતા તાત્કાલિક હું પહોંચી પોલીસને જાણ કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આ જન્મના પ્રમાણપત્ર ઉપર વડોદરામાં નગરપાલિકા અને કૌંસમાં વીએમસી લખેલું છે, જે ક્યારે આવા સર્ટિફિકેટમાં હોતું નથી. આ સાથે તેની નીચે વિશાખાપટનમ કોર્પોરેશન લખેલું હતું જે પુરવાર કરે છે કે તે ખોટું છે. આ વ્યક્તિ વડદલા રહે છે, ત્યારે આવું ક્યારેય શક્ય નથી. આ મામલે પોલીસને બોલાવી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


આ બોગસ દાખલો વડદલા ખાતે રહેતા કિશનભાઇ કાંસકીવાલા પાસેથી આ જન્મનો દાખલો મળી આવ્યો છે. તેઓએ કહ્યું કે, મારા દીકરાનો દાખલો મારી પત્નીએ બનાવ્યો હતો. આ પ્રમાણપત્ર ગામમાં દુકાનમાંથી 500 રૂપિયામાં આ દાખલો કાઢી આપ્યો હતો. ત્યાર સવાલો થાય છે કે આવા બોગસ પ્રમાણપત્રો આપતા કેમ્પ, સાયબર કાફે અને કોમ્પ્યુટર ઓપરેટરો સામે શા માટે સુરક્ષા એજન્સીઓ કામગીરી નથી કરતી. આજે વડોદરા શહેરમાં 6 જેટલા બોગસ દાખલા મળી આવ્યા છે, ત્યારે આ માત્ર જન્મના પ્રમાણપત્રો છે પરંતુ એની કયા દાખલા નીકળે છે તે બાબતે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તે જરૂરી છે.

Share :

Leave a Comments