મંજુસર GIDCની હોટલ પાસે ખુલ્લી ગટરમાંથી પરપ્રાંતીય 29 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો

પ્રેસ્ટિજ હોટલ પાસે આવેલી ખુલ્લી ગટરમાંથી બિહારના યુવકનો મૃતદેહ મળતા ચકચાર

MailVadodara.com - Body-of-29-year-old-migrant-found-in-open-drain-near-Manjusar-GIDC-hotel

- મંજુસર પોલીસે પરપ્રાંતિય યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો, મોતનું કારણ અકબંધ

વડોદરાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી પ્રેસ્ટિજ હોટલ પાસેની ખુલ્લી ગટરમાંથી પરપ્રાંતીય 29 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મંજુસર પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં વિવિધ કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં પર પ્રાંતમાંથી ઘણા લોકો નોકરી કરવા માટે મંજુસર જીઆઇડીસીમાં આવતા હોય છે અને હાલમાં પણ ઘણા પર પ્રાંતના યુવકો અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. દરમિયાન પ્રેસ્ટિજ હોટલ પાસે આવેલી ખુલ્લી ગટરમાંથી બિહારના 29 વર્ષીય યુવક સાકેત લાલનકુમાર સિંહનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.


આ યુવક પ્રતીક કંપનીમાં નોકરી કરે છે, રૂમ પર કરિયાણું મૂકી અને બાદમાં સમી સાંજે બહાર ગયો અને તે પરત ન આવતા શોધખોળ કરતા સવારે તેનો મૃતદેહ ખુલ્લો ગટરમાંથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ મંજુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ યુવકના મૃતદેહને બહાર કાઢી તેને પીએમ માટે ખસેડ્યો હતો.

આ યુવક મૂળ બિહારનો છે અને તે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ખાનગી નોકરી કરતો હતો. તેનું મોત કયા કારણોસર થયું છે તે રહસ્ય હજુ ઘેરાયેલું છે. આ બનાવ અંગે મંજુસર પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બાનમાં યુવકનું મોત કયા કારણોસર થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.

Share :

Leave a Comments