બાપોદ પોલીસે ચોરીના કેસમાં આરોપી ઝડપી લીધો, સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ રિકવર

બંધ મકાનની પાછળની ગ્રીલ તોડી તિજોરીમાંથી ચોરી કરી હતી

MailVadodara.com - Bapod-police-apprehended-the-accused-in-a-theft-case-and-recovered-stolen-property-including-gold-jewelry

બાપોદ પોલીસ મથકની હદમાં એક બંધ મકાનમાંથી રોકડ રકમ તેમજ સોનાના ઘરેણાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરને ઝડપી મુદ્દામાલની રિકવરી કરી હતી.

14 ઓગસ્ટથી 16 ઓગસ્ટની દરમિયાન એક બંધ મકાનમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ચોરે મકાનની પાછળની લોખંડની ગ્રીલ તોડી ઘરની બેડરૂમની તિજોરીમાંથી રૂપિયા 5,000 રોકડા તેમજ સોનાની ઇયરિંગ્સની ચોરી કરી હતી. મકાન માલિક જ્યારે પરત આવ્યા ત્યારે તેઓને ચોરી થઈ હોવાની જાણ થતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે એકતા નગરમાં રહેતા સાકીદ શેખની ધરપકડ કરી તેની પાસેથી કુલ રૂપિયા 35000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

Share :

Leave a Comments