વડોદરા જિલ્લામાં ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોનો પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬

MailVadodara.com - Ban-on-using-religious-places-for-campaigning-during-elections-in-Vadodara-district

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ વડોદરા જિલ્લાની નગરપાલિકાઓ અને પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ, વડોદરા જિલ્લાના (વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી, વડોદરા શહેરની હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં) ચૂંટણી હેઠળના વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવારો કે તેમના કાર્યકરો દ્વારા ચૂંટણી પ્રચાર માટે ભાષણો, પોસ્ટરો, સંગીત કે અન્ય કોઈ પ્રકારે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો/સંસ્થાઓ અથવા પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને નાગરિકોને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા અથવા હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક હુકમ તા. ૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Share :

Leave a Comments