વડોદરા જિલ્લામાં ચૂંટણીઓ અન્વયે મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં ઉમેદવારોના કેમ્પ ઊભા કરવા પર પ્રતિબંધ

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન મથક આસપાસ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો

MailVadodara.com - Ban-on-setting-up-candidate-camps-within-200-meters-radius-of-polling-stations-in-Vadodara-district-for-elections

- રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓનું મતદાન આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ (સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી) યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. 

આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ હુકમ અન્વયે, મતદાનના દિવસે એટલે કે તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ વડોદરા શહેર પોલીસ કમિશનરની હદ સિવાયના વડોદરા જિલ્લાના ઉપરોક્ત તમામ ચૂંટણી વિસ્તારોમાં આવેલા કોઈપણ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદમાં કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકો દ્વારા મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે કેમ્પ ઊભા કરી શકાશે નહીં કે તેવી કોઈ કોશિશ પણ કરી શકાશે નહીં. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Share :

Leave a Comments