હરણીમાં પાર્ટી પ્લોટની બહાર કારમાંથી ૧.૩૨ લાખની મતા ભરેલી બેગની ચોરી

સુરતના ફર્નિચરના વેપારી બાલાજી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે આવ્યા હતા

MailVadodara.com - Bag-worth-Rs-1-32-lakh-stolen-from-car-outside-party-plot-in-Harni

- ચોર કારનો કાચ તોડી લેપટોપ, ઘડિયાળ, ચશ્મા તથા રોકડા ૫૦ હજાર ભરેલી બેગ ચોરી ગયો, વેપારીની હરણી પોલીસમાં ફરિયાદ

વડોદરામાં લગ્ન પ્રસંગે આવેલા સુરતના વેપારીની કારમાંથી ચોર લેપટોપ અને રોકડા ભરેલી બેગ ચોરી ગયો હતો. જે અંગે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત અઠવા લાઇન્સ શ્રી દર્શન સોસાયટીમાં રહેતા ફર્નિચરના વેપારી આલોક હસમુખભાઇ જયસ્વાલ અને તેમના પત્ની ગઇકાલે સંબંધીની દીકરીના લગ્નમાં વડોદરા હરણી વિસ્તારના બાલાજી પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. પાર્ટી પ્લોટની બહાર કાર પાર્ક કરીને લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તેમની કારનો કાચ તોડીને ચોર તેમાંથી બેગ ચોરી ગયો હતો. જે બેગમાં લેપટોપ, ઘડિયાળ, ચશ્મા તથા રોકડા ૫૦ હજાર ચોરી ગયો હતો. લગ્નમાંથી બહાર આવ્યા ત્યારે ચોરીની જાણ થઇ હતી. કુલ ૧.૩૨ લાખની મતાની ચોરી અંગે તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments