વડોદરાના રાવપુરા પોલીસની હદ વિસ્તારમાંથી છેલ્લાં દોઢ મહિનામાં 15 જેટલા ટુ-વ્હીલર વાહનોની ચોરી!

પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીના ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

MailVadodara.com - Around-15-two-wheelers-have-been-stolen-from-the-Raopura-police-station-area

વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાંથી છેલ્લા દોઢ મહિનામાં લાખો રૂપિયાની કિંમતના 15 ટુ વ્હીલર વાહનોની ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. 

નવરાત્રી પર્વ દરમિયાન નવલખી અને લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ગરબા રમવા અથવા જોવા માટે પહોંચેલા 4 લોકોના ટુ વ્હીલર વાહનોની ચોરી થઈ હતી. લાલ કોર્ટ સામેના પાર્કિંગમાંથી શોપિંગ કરવા ગયેલા વૃદ્ધ દંપતીનું મોપેડ ચોરી થયું હતું. ખાસ કરીને તસ્કરોએ સયાજી હોસ્પિટલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. સયાજી હોસ્પિટલમાં પાર્કિંગ સહિતના અલગ અલગ સ્થળોએથી 3 તબીબ, 3 સયાજી હોસ્પિટલના કર્મચારી, અને 4 દર્દીના સગા સંબંધીના ટુ વ્હીલર વાહનોની ચોરી થઈ હતી. તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સયાજી હોસ્પિટલમાં પોલીસ ચોકી પાસેથી પણ ટુ વ્હીલરની ઉઠાંતરી કરી હતી. ઉપરોક્ત બનાવો સંદર્ભે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીના ગુનાઓ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments