અલકાપુરી ગરનાળા પાસેથી વધુ એક બિનવારસી મૃતદેહ મળ્યો,અકોટા પોલીસે સીસીટીવી તપાસ્યા

ગરનાળા પાસેથી પસાર થતા લોકોએ બિનવારસી મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી

MailVadodara.com - Another-unidentified-body-found-near-Alkapuri-Garnala-Akota-police-checked-CCTV

- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી, અગાઉ પણ એક મૃતદેહ મળ્યો હતો

વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા પાસેથી વધુ એક બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. અકોટા પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

અલકાપુરી ગરનાળા પાસેથી પસાર થતા લોકોએ એક બિનવારસી મૃતદેહ જોયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતદેહની ઓળખ કરવા અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ મૃતદેહ કોનો છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.


આ મામલે અકોટા પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી. વી. બલદાણીયાએ જણાવ્યું હતું કે, મૃતદેહની ઓળખ કરવાની દિશામાં તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ જ વિસ્તારમાંથી અગાઉ પણ એક બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

Share :

Leave a Comments