વડોદરાના ડામરના વધુ એક ટ્રેડરની દુબઇ, અમદાવાદ અને મુંબઇની કંપની સામે 72 લાખની ઠગાઇ ફરિયાદ

દિવાળીપુરાની શ્રીજી સાંનિધ્ય રેસિડેન્સીમાં રહેતા કનક બીટુમિન પ્રા.લિ.ના ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Another-asphalt-trader-from-Vadodara-files-a-complaint-of-fraud-of-Rs-72-lakh-against-a-company-in-Dubai-Ahmedabad-and-Mumbai

- દોઢ મહિના પહેલાં આ કંપનીઓ સામે રૂપિયા 85 લાખની ઠગાઇની ફરિયાદ થઇ હતી

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. દોઢ મહિના પહેલાં જે કંપનીઓ સામે 85 લાખની ઠગાઇની ફરિયાદ થઇ હતી તે જ કંપનીઓના ડિરેક્ટરો સામે હવે ૭૨.૫૦ લાખની ઠગાઇની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

દિવાળીપુરાની શ્રીજી સાંનિધ્ય રેસિડેન્સીમાં રહેતા કનક બીટુમિન પ્રા.લિ. ના ડિરેક્ટર આયુષ શાહે પોલીસને કહ્યું છે કે,અમે ડામરનો ધંધો કરતા હોવાથી દોઢ વર્ષ પહેલાં મુંબઇની દેવનંદન ઇન્ડ.પ્રા.લિ.ના પંકજ પટેલ અને અમદાવાદની વેદાંત એનર્જીના દિવ્યાંગ પટેલે મુલાકાત કરી ડામર ખરીદવાની વાત કરી હતી.જેથી અમે તેમને ૪૩.૦૨ લાખનો ડામર સપ્લાય કર્યો હતો. ત્યારબાદ અમને વધુ ડામરની જરૂર હોવાથી દુબઇની કંપનીને ઓર્ડર આપ્યો હતો અને તે પેટે ૨૦ ટકા લેખે એડવાન્સ રૂ.૨૯.૫૦ લાખ વેદાંત એનર્જીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારપછી ઉપરોક્ત તમામ વ્યવહારના તમામ રૂપિયા પરત મળ્યા નથી કે દુબઇથી ડામર પણ આવ્યો નથી.

જેથી ક્રાઇમ બ્રાન્ચે દેવકીનંદન ઇન્ડસ્ટ્રિઝના ડિરેક્ટર પંકજ નાગજીભાઇ પટેલ અને અમિષા પંકજભાઇ (રહે. શ્રીજી આર્કેડ, ટાટા રોડ, ઓપેરા હાઉસ, મુંબઇ), રજસી ઓઇલ પ્રોડક્ટના સંચાલક દિનેશ જયપ્રકાશ મિશ્રા (રહે. દેરા, દુબઇ) અને વેદાંત એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (રહે. પરસોત્તમ નગર સોસાયટી, ચાણક્યપુરી, અમદાવાદ)ના ડિરેક્ટર દિવ્યાંગ ભીખાભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

Share :

Leave a Comments