અમદાવાદથી ચોરી કરેલી બાઇકથી વડોદરામાં અછોડા તોડનાર વધુ એક આરોપી પકડાયો

સમા અને ખોડિયાર નગર વિસ્તારમાં અછોડા તોડયાની વિગતો ખૂલી

MailVadodara.com - Another-accused-arrested-for-vandalising-a-house-in-Vadodara-using-a-bike-stolen-from-Ahmedabad

- વેજલપુરમાં રહેતા ફૈઝાન ઉર્ફે પંડિત મહંમદહુસેન શેખ સામે  જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ખંડણી, ચોરી, અછોડાની લૂંટ જેવા ૧૫ જેટલા ગુના

વડોદરામાં બે અછોડા તોડનાર અમદાવાદનો વધુ એક અછોડાતોડ ઝડપાતાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

પાંચ દિવસ પહેલાં પોલીસે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મોહસિન અંસારીને ઝડપી પાડતાં તેની પાસે બે અછોડા મળ્યા હતા. જે તેણે સમા અને ખોડિયારનગર વિસ્તારમાં તોડયા હોવાની વિગતો ખૂલી હતી. આ બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મોહસિનના સાગરીત ફૈઝાન ઉર્ફે પંડિત મહંમદહુસેન શેખ (રહે. જીશાન રેસિડેન્સી, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ)ને ઝડપી પાડયો છે. તેની સામે પણ જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ખંડણી, ચોરી, અછોડાની લૂંટ જેવા ૧૫ જેટલા ગુના નોંધાયેલા છે અને બે વાર પાસા હેઠળ જેલ જઇ આવ્યો છે.

Share :

Leave a Comments