અજાણ્યા શખ્સે ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવીને વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી યુવતીના ફોટો વાયરલ કર્યા હતા. આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરુ છું તથા તેમાં મે મારા ફોટો પોસ્ટ કર્યો છે અને મારુ આઈ.ડી પબ્લિક છે. 30 જૂનના રોજ મને મારા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી એક અજાણી વ્યક્તિની ફ્રેંડ રીકવેસ્ટ આવી હતી અને મારા અને મારા ફિયાન્સે સ્ટોરીમાં મુકેલા ફોટો પર કોમેન્ટ આવી હતી. ત્યારબાદ આ ફેક આઈ.ડી પરથી મેસેજ આવ્યો હતો.જેમાં ગાળો લખી હતી,ત્યારબાદ મેં આઈ.ડી ચેક કરતા તેમાં અમારા ત્રણ ફોટો પોસ્ટ કરેલ હતા અને આઈ.ડીના નામમાં મારો મોબાઈલ નંબર લખીને વોન્ટ મી અને કોલ મી. જેવું લખાણ લખ્યું હતું. જે ફોટો ફેક આઈ.ડીમાં પોસ્ટ કર્યો હતો અને તે ફોટો મારા ઓરીજીનલ આઈ.ડીમાં પોસ્ટ કર્યો હતો.
ત્યારબાદ મેસેજ કરીને ગાળો લખી હતી તથા અમારા ઓરીજીનલ આઈ.ડી માં મુકેલ ફોટો પર ખરાબ કોમેન્ટ કરી હતી, જેથી મેં આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


